દીવમાં કલેક્ટર રાહુલ દેવ બુરા ના માર્ગદર્શન હેઠળ હોટલોમાં મોકડ્રીલનું આયોજન
Live TV
-
દીવમાં કલેક્ટર રાહુલ દેવ બુરા ના માર્ગદર્શન હેઠળ હોટલોમાં મોકડ્રીલનું આયોજન
કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે આજે કલેક્ટર રાહુલ દેવ બુરાના માર્ગદર્શન હેઠળ હોટલ ગેટ-વે અને ફોર્ટ હોટલમાં કુદરતી આપત્તિ અને અકસ્માતોની પરિસ્થિતિને પહોંચી વળવા માટે મોકડ્રીલનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
આ મોકડ્રીલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ દીવ, ફાયર વિભાગ દીવ અને આરોગ્ય વિભાગ ઘોઘલાના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવ્યું હતું. મોકડ્રીલનો મુખ્ય ઉદ્દેશ્ય હોટલ સ્ટાફને કોઈપણ પ્રકારની કુદરતી આપત્તિ કે અકસ્માત બને ત્યારે સુરક્ષાના કયા પગલાં લેવા જોઈએ અને શું ન કરવું જોઈએ તે અંગેની સંપૂર્ણ માહિતી અને તાલીમ આપવાનો હતો.
તાલીમ દરમિયાન, હોટલના સ્ટાફને આરોગ્ય વિભાગ દ્વારા ફર્સ્ટ એઇડ (પ્રાથમિક સારવાર) અને ખાસ કરીને સીપીઆર (Cardiopulmonary Resuscitation) અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા, જેથી કટોકટીના સમયે તાત્કાલિક જીવનરક્ષક પગલાં લઈ શકાય.
આ મોકડ્રીલ દરમિયાન હેલ્થ ઓફિસર ડો. પ્રતાપ સોનેન, ડો. મોહિન કાશ્માણી, ફાયર ઓફિસર પંકજ માયાવંશી, અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના ડિઝાસ્ટર પ્રોજેક્ટ ઓફિસર માધવ હાથીએ ઓબઝરવર (નિરીક્ષક) તરીકે ઉપસ્થિત રહી સમગ્ર પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રકારના આયોજનથી દીવમાં આપત્તિ વ્યવસ્થાપનની સજ્જતા વધુ મજબૂત બની છે.
