Skip to main content
Settings Settings for Dark

ખેડૂતોની પડખે અડીખમ ગુજરાત સરકાર: કમોસમી વરસાદના નુકસાન સામે રૂ. 1098 કરોડથી વધુની સહાય ચૂકવાઈ

Live TV

X
  • પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, કમોસમી વરસાદથી પાક નુકસાન સામે જાહેર કરાયેલા રૂ. 10,000કરોડના કૃષિ રાહત પેકેજ હેઠળ અત્યાર સુધીમાં 3.39 લાખથી વધુ ખેડૂતોના બેન્ક ખાતામાં રૂ. 1098 કરોડથી વધુની સહાય સીધી ચૂકવાઈ છે. સહાય માટેની અરજી પ્રક્રિયા તા. 5 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે.

    ગાંધીનગર: કમોસમી વરસાદને કારણે પાકને થયેલા વ્યાપક નુકસાનના કપરા સમયમાં ગુજરાત સરકારે ખેડૂતોની પડખે અડીખમ ઊભા રહીને સંવેદનશીલતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ, સરકારે રેકોર્ડબ્રેક સમયમાં પંચ રોજકામની કાર્યવાહી પૂર્ણ કરીને ઐતિહાસિક રૂ. 10,000 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું.

    પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ચર્ચાયેલા મુદ્દાઓ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ખેડૂતોને ઝડપથી મદદ મળી રહે તે માટે અરજી પ્રક્રિયા ખૂબ જ ટૂંકા સમયમાં શરૂ કરવામાં આવી હતી. રાજ્યનો એક પણ નુકસાનગ્રસ્ત ખેડૂત સહાયથી વંચિત ન રહી જાય, તે હેતુથી સરકારે અરજી કરવાની સમયમર્યાદા લંબાવી છે. બાકી રહેલા ખેડૂતો આગામી તા. 5 ડિસેમ્બર સુધી ગામના VCE/VLE મારફત સહાય મેળવવા માટે અરજી કરી શકશે.

    સહાય ચૂકવણીની પ્રગતિ: સંવેદનશીલ સરકારની સક્રિયતા

    મંત્રીએ સહાય ચૂકવણીની પ્રગતિ વિશે વિગતો આપતા જણાવ્યું કે, અત્યાર સુધીમાં રાજ્યના ખેડૂતો દ્વારા સહાય મેળવવા માટે કુલ 29.80 લાખથી વધુ અરજીઓ મળી છે. કૃષિ વિભાગ દ્વારા આ અરજીઓની ચકાસણી તબક્કાવાર કરવામાં આવી રહી છે.

    સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે, અત્યાર સુધીમાં 3.39 લાખથી વધુ નુકસાનગ્રસ્ત ખેડૂતોના બેન્ક ખાતામાં સીધા રૂ. 1098 કરોડથી વધુની સહાયની ચૂકવણી કરવામાં આવી છે. આ ઝડપી પ્રક્રિયા દર્શાવે છે કે સરકારે ખેડૂતોને રાહત આપવામાં કોઈ કચાશ રાખી નથી. કુલ 4.91 લાખથી વધુ નુકસાનગ્રસ્ત ખેડૂતોને સહાય આપવા માટે રૂ. 1497 કરોડથી વધુના બીલો તૈયાર કરી દેવામાં આવ્યા છે.

    વાઘાણીએ ખાતરી આપી હતી કે બાકી રહેલા તમામ ખેડૂતોને પણ તેમની બેંક ખાતામાં ઝડપથી અને તબક્કાવાર સહાય ચૂકવવામાં આવશે, અને રાજ્યનો કોઈપણ નુકસાનગ્રસ્ત ખેડૂત આ સહાયથી વંચિત નહીં રહે તેની સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply