Skip to main content
Settings Settings for Dark

ખેડૂત હિતમાં રાજ્ય સરકારનો વધુ એક સંવેદનશીલ નિર્ણય, રવિ સીઝન પાકની સીધી ખરીદી માટે ટેકાના ભાવ કર્યા જાહેર

Live TV

X
  • રવી સીઝન ૨૦૨૪-૨૫ માટે રાજ્ય સરકાર ઘઉં, બાજરી, જુવાર અને મકાઈ ની લઘુત્તમ ટેકાના ભાવે ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરાશે.

    રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લેવાયો છે, જેમાં રવી માર્કેટિંગ સીઝન ૨૦૨૪-૨૫ માટે રાજ્ય સરકાર ઘઉં, બાજરી, જુવાર અને મકાઈ ની લઘુત્તમ ટેકાના ભાવે ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરાશે. ઘઉંના ટેકાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલે રૂપિયા 150 નો વધારો કરાયો, જ્યારે જુવાર હાઇબ્રીડ માં પ્રતિ ક્વિન્ટલે રૂપિયા 150, તેમજ મકાઈમાં પ્રતિ ક્વિન્ટલે રૂપિયા 128 નો વધારો જાહેર કરાયો. જેના માટે ખેડૂતોએ તારીખ 27 ફેબ્રુઆરી થી 31 માર્ચ સુધી ઓનલાઇન નોંધણી કરવાની રહેશે.. અને 15 માર્ચથી સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે.  પ્રતિ ક્વિન્ટલે ઘઉંના 2275, બાજરીના 2500, અને જુવાર માલદંડીના પ્રતિ ક્વિન્ટલ 3225 રૂપિયા ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply