Skip to main content
Settings Settings for Dark

રાજ્યના ચાર ઝોનમાં સુપર સ્પેશ્યાલિસ્ટ સુવિધાઓથી સજ્જ મેડિસિટીનું નિર્માણકાર્ય આરંભાયું

Live TV

X
  • અમદાવાદ, વડોદરા, સુરત,જામનગર અને રાજકોટ જિલ્લામાં અંદાજિત કુલ રૂ. 3500 કરોડના ખર્ચે મેડિસિટી નિર્માણ પામી રહી છે.

    ગુજરાતનાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગુજરાત વિધાનસભામાં મેડિસિટી સંદર્ભે પૂછાયેલ પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું છે કે, રાજ્યના ચારેય ઝોનમાં સુપર સ્પેશ્યાલિસ્ટ સેવા-સુવિધા અને વિશ્વ સ્તરીય સારવાર ઉપલબ્ધ કરાવતી મેડિસિટીનું નિર્માણકાર્ય શરૂ કરવામાં આવ્યું છે.

    અમદાવાદમાં અંદાજિત રૂ. 910 કરોડ, વડોદરામાં રૂ. 561.45 કરોડ, સુરતમાં રૂ.204.70 કરોડ, જામનગરમાં રૂ. 864.17 કરોડ અને ભાવનગરમાં રૂ. 1003.99 આમ અંદાજિત કુલ રૂ. 3544.45 કરોડના ખર્ચે વર્લ્ડ ક્લાસ ફેસિલીટીથી સજ્જ મેડિસિટી નિર્માણ પામી રહી છે.

    જેના અંતર્ગત અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે જન્મ જાત બાળકોના ખોડખાપણને લગતા રોગો, વૃદ્ધ લોકોને લગતા રોગો, મગજ અને જ્ઞાનતંતુના રોગોની સુપર સ્પેશિયાલિસ્ટ સારવાર આપવામાં આવશે. વડોદરા એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે હૃદય , કિડની, આંખને લગતા રોગની સારવાર અપાશે. નવી સિવિલ હોસ્પિટલ, સુરત ખાતે હૃદય,કિડની મૂત્રાશયના રોગ, મગજ અને જ્ઞાનતંતુના રોગોનું નિરાકરણ આવશે. જી.જી. હોસ્પિટલ જામનગર ખાતે હૃદય રોગ, મૂત્રાશયના રોગો, પ્લાસ્ટીક સર્જરી, પેટના રોગોની સારવાર થશે. જ્યારે સર ટી. હોસ્પિટલ ભાવનગર ખાતે હૃદય અને લોહીની નસોના રોગો, કિડની, મગજ અને જ્ઞાનતંતુના રોગોને લગતી સુપર સ્પેશિયાલિસ્ટ ઉપલબ્ધ બનશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply