Skip to main content
Settings Settings for Dark

ખોટી રીતે જમીન પચાવી તેને બારોબાર વેચી દેતા ભૂ માફિયાઓ સાવધાન

Live TV

X
  • ખોટા દસ્તાવેજોના આધારે જમીન પચાવનારા, પાવર ઓફ એટર્નીનો દૂરઉપયોગ કરી દસ્તાવેજો બનાવવારા સામે રાજ્ય સરકાર હવે કાયદેસરની કાર્યવાહી કરશે. આ માટેના અધિનિયમ 1908 માં મહત્ત્વના સુધારા કરી નવું વિધેયક 2020 આગામી વિધાન સભાના સત્રમાં મંજૂર કરાવી તેને કાયદો બનાવાશે. રાજ્ય સરકારે મિલકતની તબદીલી માટે થતા દસ્તાવેજોની નોંધણીના કાયદામાં જરૂરી સુધારા વધારા કર્યા છે. જે મુજબ ખોટી વિગતો આપનારા, પાવર ઓફ એટર્નીનો દુરૂપયોગ કરનાર કે દબાણ અથવા છેતરપિંડીથી દસ્તાવેજ કરનારને 7 વર્ષની કેદ અને મિલકતની બજાર કિંમત જેટલા દંડની કડક સજા કરવામાં આવશે. નોંધણી માટે દસ્તાવેજો રજૂ કરતી વખતે પોતે મિલકત માલિક હોવાના આધાર અને પુરાવા રજુ કરવા પડશે. એટલું જ નહીં, સરકારી, જાહેર સંસ્થાની, શૈક્ષણિક સંસ્થા, ચેરિટેબલ ટ્રસ્ટની મિલકત વેચાણ માટે અધિકૃત વ્યકિતને સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી આવશ્યક રહેશે. નવો કાયદો અમલમાં આવ્યા બાદ હવે દસ્તાવેજ નોંધણીની કામગીરી, પારદર્શી, સરળ અને ચોકસાઇપૂર્ણ બનાવાશે. હવે ભૂ-માફિયાઓ છેતરપિંડી કરી મિલકત ધારકોની મિલકત હડપ નહીં કરી શકે. સામાન્ય નાગરિક જો ઇચ્છે તો કોઇ વકીલ કે દસ્તાવેજ લખનારની મદદ વગર પોતાની જાતે જ નોંધણી માટે ઓનલાઇન દસ્તાવેજ રજૂ કરી શકશે. પહેલા ભળતી વ્યકિત કે ખોટી વ્યકિતના દસ્તાવેજની નોંધણી થતી હતી, તે પણ હવે નહીં થઈ શકે, સાથે દસ્તાવેજ બનાવવાના ખર્ચ અને સમયની બચત થશે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply