Skip to main content
Settings Settings for Dark

21મીથી વિધાનસભાનું સત્ર; ટેકાના ભાવે મગફળી ખરીદશે સરકાર

Live TV

X
  • ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું, કે મુખ્મંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેવી બેઠકમાં નિર્ણય લેવાયો છે, કે આગામી 21મી સપ્ટેમ્બરથી ગુજરાત વિધાનસભાનું 5 દિવસનું ચોમાસું સત્ર શરૂ થશે. ચોમાસું સત્રના પહેલા દિવસે, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધનને પગલે શોક પ્રસ્તાવ લવાશે. ત્યાર બાદ 24 પ્રકારના વિવિધ કાયદાઓ અને કાયદાઓમાં સુધારા વિધેયક લવાશે. જેમાં ભૂ-માફિયાઓ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ, પાસાના સુધારા, ગુંડા નાબૂદી ધારો, મહેસૂલ રજિસ્ટ્રેશન એક્ટમાં સુધારા જેવા સુધારા વિધેયક લાવશે..આ ઉપરાંત લોકડાઉન અને અનલોકમાં કોરોના વોરિયર્સની કામગીરીને બિરદાવવામાં આવશે..

    સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદીની થશે શરૂઆત
    ખેડૂતો માટે રાહતના સમાચાર છે. પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ જણાવ્યું છે, કે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત થનાર છે. ગુજરાત રાજ્ય અન્ન અને નાગરિક પૂરવઠા નિગમ નૉડલ એજન્સી તરીકે ખરીદીની પ્રક્રિયાનું સંચાલન કરશે.. રૂપિયા 5,275/ક્વિન્ટલના ભાવે મગફળી ખરીદવા વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે, તેમ જયેશ રાદડિયાએ જણાવ્યું હતું..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply