સિરામીક ઉદ્યોગોને લઇ CM રૂપાણીની જાહેરાત, ગેસ બિલમાં 16 ટકાની આપી રાહત
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના સિરામીક ઉદ્યોગોને ગેસ બિલમાં 16 ટકાની રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. કોરોના કાળ માં ,સિરામીક ઊદ્યોગને મોટી રાહત આપીને મોરબીના સિરામીક ઉદ્યોગને ફરી ધમધમતો કરવાનો પ્રયાસ આદર્યો છે.
મોરબી,સુરેન્દ્રનગર અને સાબરકાંઠાના સિરામીક ઊદ્યોગકારોને ગુજરાત ગેસ કંપની લિમિટેડ દ્વારા અપાતા ગેસના બિલમાં પ્રતિ S.C.M., રૂપિયા 2.50 વધારાની રાહત અપાશે. અગાઉ મુખ્યમંત્રીએ આ ઊદ્યોગો ને પ્રતિ S.C.M. રૂપિયા બેની બિલ રાહત આપ્યા બાદ આજે ઉચ્ચસ્તરીય બેઠકમાં વધારાના રૂપિયા 2.50ની રાહત આપવાનો નિર્ણય કર્યો હતો.
આ નિર્ણય ને પરિણામે રાજ્યના સિરામીક ઊદ્યોગો વર્લ્ડ માર્કેટમાં કોમ્પીટ કરી શકશે- એકસપોર્ટ વધારી શકશે અને વધુ રોકાણો આ ક્ષેત્રે મેળવી શકશે અને એકસપોર્ટ દ્વારા ફોરેન ઇન્વેસ્ટમેન્ટ મેળવી શકશે.
