Skip to main content
Settings Settings for Dark

'ગંભીરા બ્રિજ દુર્ઘટના' ACB એક્શનમાં!

Live TV

X
  • ગંભીરા બ્રિજ દુર્ઘટના કેસને લઈને મહત્વની માહિતી સામે આવી છે. આ દુર્ઘટના બાદ કેસની તપાસમાં એસીબી (ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો)ની ટીમ જોડાઈ છે અને જવાબદાર સરકારી અધિકારીઓ સામે એસીબી કડક કાર્યવાહી કરવા સક્ષમ બની છે.

    સરકારે આ મામલે સ્પેશિયલ SIT રચના કરી છે અને ACBને પુલો અંગે તપાસ કરવા સૂચન કર્યું છે. આ સ્પેશિયલ ટીમમાં DIG મકરંદ ચૌહાણ, SP પરેશ ભેસાણીયા સહિત અન્ય ચાર PI કક્ષાના અધિકારીઓ સામેલ છે.  ACB એ જવાબદાર અધિકારીઓને ત્યાં દરોડા પાડી તપાસ શરૂ કરી છે..

    ACB દ્વારા R&Bના પાંચ અધિકારીને ત્યાં દરોડા

    ACB દ્વારા R&Bના પાંચ અધિકારીને ત્યાં દરોડા પાડી તપાસ હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીની તપાસમાં બે કાર્યપાલક ઈજનેર, બે નાયબ કાર્યપાલક ઈજનેર અને એક મદદનીશ ઈજનેરની સંડોવણી હોવાનું સામે આવ્યું છે. આ અધિકારીઓ વિરુદ્ધ સત્તાનો દુરુપયોગ અને અપ્રમાણસર મિલકતને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે.

    સત્તાના દુરુપયોગ અને અપ્રમાણસર મિલકતને લઈને તપાસ શરૂ

    વર્ગ 1ના અધિકારી કાર્યપાલક ઈજનેર એનએમ નાયકાવાલા અને કેબી થોરાટ વિરુદ્ધ SITએ સત્તાના દુરુપયોગ અને અપ્રમાણસર મિલકતને લઈને તપાસ શરૂ કરી છે. વર્ગ 2ના અધિકારી નાયબ કાર્યપાલક ઇજનેર UC પટેલ અને RT પટેલની મિલકતો અંગે પણ તપાસ થશે. મદદનીશ ઇજનેર જેવી શાહ દ્વારા પણ અપ્રમાણસર મિલકત અંગે તપાસ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2024માં કાર્યપાલક ઇજનેર KB થોરાટ સ્વૈચ્છિક નિવૃત્ત થયા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply