ગરબાના આયોજન મુદ્દે ગરબા આયોજકોએ CM સાથે કરી મુલાકાત
Live TV
-
આયોજકો ના જણાવ્યા પ્રમાણે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમને જણાવ્યુ હતું કે, ગરબા માં મોટી સંખ્યા માં લોકો એકત્ર થતા હોવાથી સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન કરવું મુશ્કેલ છે.
રાજ્યમાં કોરોનાના કેસોમાં દિવસે ને દિવસે ઉછાળો નોંધાઈ રહ્યો છે. જેની અસર ધાર્મિક અને સામાજિક પ્રવૃતિ પર પણ થઈ રહી છે. લોકો કોઇ તહેવાર સારી રીતે ઉજવી શક્તા નથી. ટૂંક સમય માં જ નવરાત્રી નો તહેવાર આવી રહ્યો છે. જેને લઈ ખૈલેયાઓ આ વર્ષે નિરાશ છે. રાજ્ય ના ગરબા આયોજકો એ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરી હતી અને ગરબાનું આયોજન કરવા દેવામાં આવે તેવી રજુઆત કરી હતી. આયોજકો ના જણાવ્યા પ્રમાણે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમને જણાવ્યુ હતું કે, ગરબા માં મોટી સંખ્યા માં લોકો એકત્ર થતા હોવાથી સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન કરવું મુશ્કેલ છે. તેમ છતા 30 ઓગસ્ટ બાદ જો કોરોનાના કેસોમા ઘટાડો થશે તો તેને લઇ ને ગાઇડ લાઇન બનાવવામાં આવશે.
