ગરમીના વાતાવરણ વચ્ચે કચ્છ-સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના 16 જિલ્લામાં માવઠાની આગાહી
Live TV
-
ગુજરાતમાં તાપમાનમાં વધારો થતાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. આ દરમિયાન હવામાન વિભાગે(IMD) કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિતના અનેક જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરી છે. IMD અનુસાર, આગામી 18-19 માર્ચ, 2026માં માવઠાની આગાહી છે. રાજ્યમાં માવઠાની આગાહીને પગલે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.
IMD અનુસાર, આગામી 18 માર્ચના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ જિલ્લામાં અને 19 માર્ચે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી ત્રણ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 2°C થી 4°C સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે. જોકે, ત્યારબાદ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. લઘુતમ તાપમાન પણ સ્થિર રહેશે. ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેશે.
