ગરીબ બાળકોને ભણાવવાના હેતુથી નવસારીના શિક્ષણ વિભાગે નવતર પ્રયોગ હાથ ધર્યો
Live TV
-
જીવનમાં જન્મ આપનારી માં અને પાલનારી માં એમ બે પ્રકારની માં હોય છે ત્યારે માં શબ્દને સાર્થક કરવા નવસારી જિલ્લાના શિક્ષણ વિભાગે બીડું ઝડપ્યું છે જેમાં નવસારી જિલ્લાની શિક્ષણાધિકારી કચેરી તેમજ જિલ્લા આચાર્યસંધ, શિક્ષકસંઘ અને વહીવટી સંઘ દ્વારા માનવતાના ધોરણે એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.
જેમાં મધર કેર ચેરીટેબલ ટ્રસ્ટની રચના કરી છે. વિદ્યાર્થીઓનો જે-તે વર્ષનો અભ્યાસ પૂર્ણ થાય ત્યારે ઉપયોગમાં લીધેલ પુસ્તકો, નોટબુકો પસ્તી-શાળા ખાતે દાન લઇ તેના દ્વારા થતી આવક ટ્રસ્ટમાં જમા કરાવી તેનો ઉપયોગ અનાથ, દિવ્યાંગ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ આપી ઉપયોગમાં લેવાના આશયથી પસ્તી સે પુનરૂત્થાન કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે.
