Skip to main content
Settings Settings for Dark

ગાંઘીનગરમાં વિધાનસભા અધ્યક્ષ ડો.નિમાબેન આચાર્યની ઉપસ્થિતિમાં રાજ્ય દિવ્યાંગ પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો

Live TV

X
  • ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો.નિમાબેન આચાર્યએ જણાવ્યું છે કે, દિવ્યાંગજનો સમાજમાં ગર્વભેર જીવન જીવી શકે તે માટે આપણે સૌએ સહિયારા પ્રયાસો કરવા જોઈએ. દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિકલાંગ વ્યક્તિઓને દિવ્યાંગ એવું નામ આપવાથી તેમને માન સન્માન અને સમાજમાં મોભો મળ્યો છે. સમાજની તેમની તરફ જોવાની દ્રષ્ટિ પણ આજે બદલાઈ છે. આજે તેઓ દિવ્યાંગ હોવા છતાં પણ સ્વરોજગાર મેળવતા થયા છે. તેઓ આત્મનિર્ભર બની પોતાનું ગુજરાન ચલાવવા માટે સક્ષમ બન્યા છે અને સમાજમાં પોતાની પ્રતિષ્ઠા પણ મેળવી રહ્યા છે, એવા તમામ લોકોને તેમણે અભિનંદન પાઠવ્યા હતા.

     ગાંધીનગર ખાતે શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા આયોજિત રાજ્યકક્ષાના દિવ્યાંગ પારિતોષિક વિતરણ સમારોહમાં ડો.નીમાબેન આચાર્યે પારિતોષિક વિતરણ કરતા ઉમેર્યું હતું કે સેવા એ જ સાચો ધર્મ છે અને તેમાં પણ ખાસ કરીને દિવ્યાંગો અને અબોલ પશુઓની સેવા કરવી તે ઉત્તમમાં ઉત્તમ માનવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી હંમેશા વંચિતો માટે સતત કામ કરી રહ્યા છે. તેમના દિલો દિમાગમાં હંમેશા સેવાનો ધોધ વહેતો હોય છે. પહેલા પણ દિવ્યાંગો માટે વિવિધ યોજનાઓ અમલમાં હતી પરંતુ લાભાર્થીઓ સુધી તેનો લાભ નહોતો પહોંચતો. પરંતુ છેલ્લા 30 વર્ષથી આ વિવિધ યોજનાઓનું અમલીકરણ થયું છે. સરકારે દિવ્યાંગોને તમામ લાભો તેમના સુધી પહોંચે તેની પૂરેપૂરી ખાતરી અપાવી છે. લાભર્થી સુધી લાભ પહોંચે તેવું કાર્ય અધિકારીઓ કરી રહ્યા છે..તેના સંકલનમાં સેવાભાવી સંસ્થાઓનો પણ સિંહફાળો રહ્યો છે. દિવ્યાંગોને આઇડી કાર્ડ આપવાની જે યોજના છે તે શ્રેષ્ઠ યોજના છે. આ આઇડી કાર્ડથી તેઓ કોઈપણ જગ્યાએ દિવ્યાંગ હોવાનું ઓળખપત્ર બતાવતા તેઓ વિવિધ યોજનાઓનો લાભ તેમની સીધો મળતો થયો છે. આ ઉપરાંત દિવ્યાંગોને મેડિકલ સહાય માટે લાભની વ્યવસ્થા પણ આજે સરકારે કરી છે અને તેમને સર્ટિફિકેટ પણ આપ્યા છે. કોરોનામાં પણ જે લોકો કામ નથી કરી શક્યા તેમને પણ વિભાગ દ્વારા સહાય આપવામાં આવી છે. 

    શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ કહ્યું હતું કે, વિવિધ ક્ષેત્રમાં કામ કરતા દિવ્યાંગોની વિશિષ્ટ પ્રતિભાને પોંખવાનો આ અનેરો અવસર છે. આજે તેમની સિદ્ધિઓ અને સિદ્ધ હસ્તકલાને બિરદાવવામાં આવશે. પ્રતિ વર્ષ જાહેર અને ખાનગી ક્ષેત્રના કર્મયોગીને તેમને તરાશીને પારિતોષિક આપવા માટે એક કમિટી બનાવવામાં આવે છે અને ત્યારબાદ આ કમિટી તેમના નામની જાહેરાત કરે છે. આ કમિટીમાં પસંદ પામેલા તમામ દિવ્યાંગોને તથા ઉદ્યોગકારોને આજે પારિતોષિક આપવામાં આવ્યા છે. છેલ્લા બે વર્ષથી કોરોનાકાળ  હોવાના કારણે આ કાર્ય નહોતુ થઈ શક્યું. પરંતુ રાજ્ય સરકારે આ વર્ષે તે ફરીથી આપવાનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત 2018 2019 અને 2020 વર્ષના લાભાર્થી દિવ્યાંગોને આજે પારિતોષિક આપવામાં આવ્યા છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દિવ્યાંગોની  હિંમતને વધારવા માટે અનેક આયામો અને પ્રકલ્પો માટે ભયમુક્ત પ્લેટફોર્મ આપ્યું છે. તેમણે વિકલાંગોને દિવ્યાંગ નામ આપીને સમાજમાં મોભાનું સ્થાન અપાવ્યું છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply