કૃષિ મંત્રી રાઘવજી પટેલે સોલાર પાવર યુનિટ નવીન યોજનાનો રાજય વ્યાપી શુભારંભ કરાવ્યો
Live TV
-
રાજ્ય સરકાર દ્વારા વધું એક ખેડૂતો લક્ષી નિર્ણય કરવામાં આવ્યો. ખેડૂતોની આવક બમણી કરવા અને ખેડૂતોના પાકને રખડતાં ઢોર તેમજ વન્ય પ્રાણીઓ થી રક્ષણ આપવા વધું એક યોજના અમલમાં મુકવામાં આવી. આશરે 20 કરોડ રુપિયાના ખર્ચે ગાંધીનગર થી સોલાર પાવર યુનિટ નવીન યોજનાનો રાજય વ્યાપી શુભારંભ કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા કરવામાં આવ્યો.
કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે તે રાજ્યના ખેડૂતોને આવક બમણી કરવાના મક્કમતા સાથે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂતોની આવક બમણી કરવાના સ્વપ્નને સાકાર કરવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓ થકી રાજય સરકાર ખેડૂતોને હર હંમેશ સહાયરૂપ થઈ રહી છે. એટલું જ નહીં, કુદરતી આપત્તિઓ, ખેત પેદાશોની ટેકાના ભાવે ખરીદી, ખેડૂતોના હિતમાં નવીન આયામોના અમલીકરણ અને સોલાર યોજના થકી ખેડૂતોને ખેતી માટે પુરતી વીજળી અને પાણી મળી રહે તે પણ રાજય સરકારે સુનિશ્ચિત કર્યું છે.
કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે આજે ગાંધીનગર ખાતેથી રાજયના તમામ ખાતેદાર ખેડૂતોને વ્યક્તિગત ધોરણે સોલર પાવર યુનિટ કીટ ખરીદી માટે સહાયની નવીન યોજનાનો રાજય વ્યાપી શુભારંભ કરાવતાં કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પ સાથે કૃષિમાં અનેકવિધ નવા આયામો-સુધારા અમલી બનાવ્યા છે. પ્રધાનમંત્રીના આ સંકલ્પને સાકાર કરવા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેડળની ડબલ એન્જીની રાજય સરકાર દ્વારા ખેડૂતોના સોનેરી મુલક પાકને રખડતાં ઢોર તેમજ વન્ય પ્રાણીઓ થી રક્ષણ આપવા માટે આ નવીન યોજના શરૂ કરવામાં આવી રહી છે. તેમણે ઉમેર્યું કે, રાજયમાં હાલ આ માટે લોખંડની કાંટાળી તારની વાડની યોજના કાર્યરત છે જે અંતર્ગત ખેડૂતોને ક્લસ્ટરના ધોરણે લાભ મળે છે ત્યારે વધુને વધુ ખેડૂતો ને સહાયરૂપ થવા માટે રાજય સરકારે આ સોલાર પાવર યુનિટ/કીટ ખરીદીની વ્યકિતગત નવીન યોજના એક વિકલ્પ રૂપે શરૂ કરી છે. આ માટે વર્ષ 2022-23 દરમિયાન 20 કરોડની જોગવાઈ પ્રથમ વર્ષે જ કરવામાં આવી છે. જેના ભાગરૂપે ચાલુ વર્ષે કુલ 13070 ખેડૂત ખાતેદારોને વન્ય/રખડતાં પ્રાણીઓથી પાકના રક્ષણ માટે સોલાર પાવર યુનિટ/કીટમાં ગુણવત્તા યુક્ત ENERGIZER, સોલાર પેનલ, બેટરી, EARTHING SYSTEM, HOOTER (એલાર્મ), MODULE STAND ખરીદ કરવા માટે કુલ ખર્ચના ૫૦% અથવા રૂપિયા૧૫,૦૦૦/- મુજબ ખાતા દીઠ સહાય આપવામાં આવશે.
