Skip to main content
Settings Settings for Dark

મહાત્મા મંદિર ખાતે 'ઇન્ડિયા રાઈઝીંગ: ડિફેન્સ ઓપોર્ચ્યુનિટીઝ ઈન ASEAN એન્ડ BIMSTEC' વિષયક સેમિનાર યોજાયો

Live TV

X
  • ગાંધીનગરમાં યોજાયેલા 12માં ડિફેન્સ એક્સપો- 2022  અંતગર્ત મહાત્મા મંદિર ખાતે આજે સંરક્ષણ મંત્રાલય તેમજ ઈન્ડિયન   ચેમ્બર્સ ઓફ કોમર્સના સંયુક્ત ઉપક્રમે 'ઇન્ડિયા રાઈઝીંગ: ડિફેન્સ ઓપોર્ચ્યુનિટીઝ ઇન ASEAN એન્ડ BIMSTEC'    વિષયક સેમિનાર,ચર્ચા સત્ર અને પ્રશ્નોત્તરી યોજાઈ હતી. 

     આ સેમિનાર માં ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ પ્રદિપ સુરેકા ,ઝેન ટેકનોલોજીના એવિયેશન સલાહકાર નિવૃત્ત એર વાઈસ માર્શલ અરવિંદ વર્મા, નિવૃત્ત બ્રિગેડિયર શ્રી જસપ્રિતસિંહ ખેરા,L&T ડિફેન્સના વાઈસ પ્રેસિડેન્ટ -હેડ એસ. રંગનાથન,આર્મસેન ઇન્ટીગ્રેટેડના સીઈઓ વિનાયક સેન સહિત તજજ્ઞોએ  'ડિફેન્સ ઓપોર્ચ્યુનિટીઝ ઇન ASEAN એન્ડ BIMSTEC' ઉપર પોતાના વિચારો- અનુભવો રજૂ કર્યા હતા. આ સેમિનારમાં સુરક્ષાને લગતા પડકારો અને તેના નિવારણ પર વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં તજતજ્ઞો દ્વારા પોતાના અભિપ્રાયો અને વિચારો રજુ કરવામાં આવ્યા હતા, સાથે સાથે સુરક્ષામાં વારંવારના પડકારો વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ સેમિનારમાં સંરક્ષણ મંત્રાલય,વિવિધ સુરક્ષા દળોના ઉચ્ચ અધિકારીઓ, સંરક્ષણ ક્ષેત્રેના  ઉદ્યોગપતિઓ અને તજજ્ઞો સહભાગી થયા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply