ગાંધીનગરના અંબોડમાં મિની પાવાગઢ મંદિરનું CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરાશે
Live TV
-
ગાંધીનગરના માણસા તાલુકાના અંબોડ ગામમાં આવેલું અતિ પ્રાચીન મહાકાલી મંદિરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રસંગે માણસા અને વિજાપુરના ધારાસભ્ય, ટ્રસ્ટીઓ તેમજ ભક્તો ઉપસ્થિત રહેશે.
સાબરમતી એટલે કે, સાબર મૈયાના નયનરમ્ય ખોળે બિરાજમાન મહાકાલી માતાનું મંદિર લગભગ 611 વર્ષ જેટલું પ્રાચીન છે. રાજ્ય સરકાર દ્વારા વિકાસ ભી, વિરાસત ભી’ ના મંત્ર સાથે આસ્થાના કેન્દ્રનું સંવર્ધન થઇ રહ્યું છે. જેના પરિણામે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ પ્રાચીન મંદિરનું અંદાજે રૂ. 2 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે. લોક વાયકા મુજબ 15મી સદીમાં આ મંદિરનું ત્રણ પથ્થરના ગોખમાં દિવા-અગરબત્તી કરી માતાજીને સ્થાપના કરી હતી જેથી આ મંદિરને મીની પાવાગઢ તરીકે પ્રચલિત થયું છે. આજે રાજ્યભરમાંથી હજારોની સંખ્યામાં યાત્રાળુઓ માતાજી પર આસ્થા રાખી દર્શનાર્થે આવે છે.
