ભાજપના સક્રિય સદસ્યતા અભિયાનમાં CM ભૂપેન્દ્ર પટેલ બન્યા સક્રિય સદસ્ય
Live TV
-
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલજીની ઉપસ્થિતિમાં ભાજપાના સક્રિય સદસ્ય બન્યા છે.
ભાજપ દ્વારા હાલ સક્રિયતા સદસ્ય નોંધણી ડ્રાઈવ હાથ ધરવામાં આવી રહી છે. આ ડ્રાઈવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સક્રિય સદસ્ય તરીકે પોતાનું નામાંકન કરાવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત ભાજપના પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ, સાંસદ દિનેશભાઈ મકવાણા તથા સદસ્યતા નોંધણી અભિયાન સંયોજકો ભરત પંડ્યા, શ્રીમતી બીજલ પટેલ, પ્રજ્ઞેશભાઈ બ્રહ્મભટ્ટ અને પક્ષના પદાધિકારીઓ-અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
