Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગરના બહિયલ ગામમાં નવરાત્રિ દરમિયાન પથ્થરમારો કરનારા અસામાજિક તત્વોની મિલકત પર બુલડોઝર ફર્યું

Live TV

X
  • ગાંધીનગરના બહિયલ ગામમાં નવરાત્રિ દરમિયાન પથ્થરમારો કરનારા અસામાજિક તત્વોની મિલકત પર બુલડોઝર ફર્યું

    ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામમાં આજે વહેલી સવારથી જ પ્રશાસન દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. નવરાત્રિ દરમિયાન ગામમાં પથ્થરમારો કરનારા અસામાજિક તત્વોની ગેરકાયદેસર મિલકતો પર ડિમોલિશનની (બુલડોઝરની) કાર્યવાહી ચાલી રહી છે.

    પ્રશાસન દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, કુલ 186 ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવશે. આ કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 300થી વધુ પોલીસ સ્ટાફ ખડેપગે તૈનાત કરવામાં આવ્યો છે.

    પ્રશાસનની આ કાર્યવાહી ગેરકાયદેસર દબાણો દૂર કરવા સાથે સાથે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાનો સ્પષ્ટ સંદેશ આપે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply