Skip to main content
Settings Settings for Dark

જામનગરના મદદનીશ ઈજનેર નચિકેતા ગુપ્તા અને ટીમે લદ્દાખમાં 6248 મીટરનું અજાણ્યું શિખર સર કરી રચ્યો ઇતિહાસ

Live TV

X
  • જામનગરના મદદનીશ ઈજનેર નચિકેતા ગુપ્તા અને ટીમે લદ્દાખમાં 6248 મીટરનું અજાણ્યું શિખર સર કરી રચ્યો ઇતિહાસ

    ગુજરાત માટે ગૌરવપૂર્ણ સમાચાર આવ્યા છે. જામનગર સિંચાઈ વિભાગમાં મદદનીશ ઈજનેર (ક્લાસ-2) તરીકે ફરજ બજાવતા નચિકેતા ગુપ્તા અને તેમની ટીમે હિમાલયના અભિયાન ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન સ્થાપિત કર્યો છે. ટીમે લદ્દાખના ઝંસ્કાર ક્ષેત્રમાં સ્થિત 6248 મીટરની ઊંચાઈ ધરાવતા એક અજાણ્યા શિખર પર સફળતાપૂર્વક આરોહણ કરી રેકોર્ડ સર્જ્યો છે. આ શિખર પર આજ દિન સુધી કોઈ ચઢ્યું ન હતું.

    પડકારજનક અભિયાન: 13 દિવસની જહેમત

    કોલકાતાના અરિત્રા ચેટર્જીના નેતૃત્વમાં છ સભ્યોની આ ટીમે આ અભિયાન કોઈ પણ બાહ્ય સહાયતા, ગાઈડ કે કુકની મદદ વગર સંપૂર્ણપણે સ્વતંત્ર રીતે પૂર્ણ કર્યું. આ પર્વતારોહણ સરળ નહોતું; ટીમે સતત 13દિવસ સુધી હિમવર્ષામાં ટકી રહેવું પડ્યું. આરોહણના દિવસે પણ 5 થી 6 ફૂટ જેટલી બરફની પરિસ્થિતિ, અતિશય ઠંડી અને ઊભા ખડકાળ ઢાળોનો સામનો કરવો પડ્યો હતો.

    આ કઠોર પરિસ્થિતિઓને કારણે ટીમના ત્રણ સભ્યોને પાછા ફરવાની ફરજ પડી હતી, પરંતુ બાકીના સભ્યોએ અદ્ભુત હિંમત અને સાહસ બતાવીને શિખર સર કર્યું. આવા અનામી શિખરો માટે વિગતવાર પ્લાનિંગ અને રિસર્ચ અનિવાર્ય બની રહે છે.

    શિખરનું નામકરણ: 'માઉન્ટ તારા'

    પ્રથમ વખત સર કરનાર ટીમ દ્વારા પર્વતનું નામકરણ કરવાની પ્રથાને આગળ ધપાવતા, નચિકેતા ગુપ્તા અને તેમની ટીમે આ નવા શિખરને “માઉન્ટ તારા” નામ આપ્યું છે. ટીમ મુજબ, આ નામ આસ્થા, આધ્યાત્મિક શક્તિ અને દિવ્ય ઊર્જાનું પ્રતિબિંબ છે.

    નચિકેતા ગુપ્તાએ દૂરદર્શન સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ પ્રયાસ સાબિત કરે છે કે ભારતીય પર્વતારોહકોમાં હિમાલયન શિખરો સર કરવા માટેનું સાહસ, તકનીકી કુશળતા અને અડગ ઈચ્છાશક્તિ મોજુદ છે.

    સિદ્ધિનું મહત્વ

    આ અસાધારણ ટીમવર્ક અને સંકલ્પ સાથે હાંસલ કરાયેલી આ સિદ્ધિ આધુનિક ભારતીય પર્વતારોહણમાં એક વિશ્વસ્તરીય પ્રથમ સિદ્ધિ છે. આ ઐતિહાસિક સિદ્ધિ સમગ્ર ગુજરાત અને જામનગર માટે વિશેષ ગૌરવનો વિષય છે. નચિકેતા ગુપ્તાએ યુવાનોને પ્રેરણા આપતા કહ્યું કે, “જ્યાં માર્ગ નથી ત્યાં માર્ગ કંડારવો એ જ સાચું સાહસ” છે. માઉન્ટ તારાનું સફળ આરોહણ માનવ સહનશક્તિ, એકતા અને દુનિયાના સૌથી પડકારજનક આબોહવાની મર્યાદાઓને પડકારવાની ભાવનાનું પ્રતીક છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply