Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગરને ટીબી મુક્ત બનાવવા કલેક્ટરની અપીલ

Live TV

X
  • ગાંધીનગર જિલ્લાને સંપૂર્ણપણે ટીબી મુક્ત બનાવવા માટે કલેક્ટરશ્રી રવિન્દ્ર ખતાલેએ નાગરિકો, સ્વૈચ્છિક સંસ્થાઓ, ઉદ્યોગપતિઓ અને વેપારી મંડળોને ‘નિ-ક્ષય મિત્ર’ બની ટીબીના દર્દીઓને દત્તક લેવા અપીલ કરી છે.

    ટીબીના દર્દીઓને દવાઓની સાથે પૌષ્ટિક આહાર અને સામાજિક સહયોગની જરૂરિયાત રહે છે. ‘નિ-ક્ષય મિત્ર’ યોજના હેઠળ કોઈપણ નાગરિક, સંસ્થા કે કંપની એક અથવા વધુ ટીબીના દર્દીઓને દત્તક લઈને સારવાર દરમિયાન પૌષ્ટિક આહાર કીટ પૂરી પાડી શકે છે.‘નિ-ક્ષય મિત્ર’ બનવા માટે નિ-ક્ષય પોર્ટલ અથવા ‘ટીબી મુક્ત ભારત’ એપ પર નોંધણી કરાવી શકાય છે. ઉપરાંત, નજીકના સરકારી આરોગ્ય કેન્દ્ર, આશા વર્કર, આરોગ્ય કર્મચારી અથવા જિલ્લા ક્ષય કેન્દ્રનો સંપર્ક કરી શકાય છે.કલેક્ટરએ અપીલ કરતાં જણાવ્યું છે કે, “તમારો એક નાનો પ્રયાસ કોઈનું આખું જીવન બચાવી શકે છે.” સમાજના સૌના સહયોગથી ગાંધીનગરને ટીબી મુક્ત જિલ્લો બનાવવાનો સંકલ્પ સાકાર કરી શકાય છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-08-2026 Max Temp : °C Min Temp : °C
apply