Skip to main content
Settings Settings for Dark

વાંકાનેરમાં બિનઅધિકૃત ખનન સામે કાર્યવાહી

Live TV

X
  • વાંકાનેર તાલુકાના વીડી-જાંબુડિયા ભેટ ચોકડી વિસ્તારમાં ફાયરક્લે ખનિજનું બિનઅધિકૃત ખનન થતું હોવાની માહિતીના આધારે ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગ, મોરબીની ટીમે તા. 18 ઓગસ્ટે આકસ્મિક તપાસ હાથ ધરી હતી.

    ભૂસ્તરશાસ્ત્રી જગદીશ એસ. વાઢેરની સૂચના હેઠળ કરાયેલી તપાસ દરમિયાન સ્થળ પરથી ફાયરક્લેનું બિનઅધિકૃત ખનન કરતું હ્યુન્ડાઈ કંપનીનું પીળા રંગનું એક્સકેવેટર મશીન મળી આવ્યું હતું. ટીમે આશરે રૂ. 40 લાખની કિંમતનું મશીન સીઝ કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં કસ્ટડીમાં મૂક્યું હતું.મશીનના માલિક તરીકે હળવદ તાલુકાના ખેતરડી ગામના કિશનભાઈ મૈયાભાઈ દેકાવાડિયાનું નામ સામે આવ્યું છે. સમગ્ર મામલે ગુજરાત મિનરલ્સ (પ્રિવેન્શન ઓફ ઈલીગલ માઈનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રૂલ્સ-2017 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વિભાગ દ્વારા બિનઅધિકૃત ખનન, વહન અને સંગ્રહ સામે તપાસ અને કાર્યવાહી ચાલુ રાખવામાં આવી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-08-2026 Max Temp : °C Min Temp : °C
apply