ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકનું કરવામાં આવ્યું આયોજન
Live TV
-
આજે ગાંધીનગર ખાતે સચિવાલયના સ્વર્ણિમ સંકુલ 1 માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે. આજે સવારે 11.30 વાગ્યા બાદ કેબિનેટની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ અંગેના આયોજનની માહિતી મેળવી ચર્ચા કરવામાં આવશે.
જયારે ગુજરાત સરકાર દ્વારા પ્રજાલક્ષી કામની સમીક્ષા કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પ્રજાલક્ષી કામમાં પાણીની પુરતી વ્યવસ્થા, ખેતીલક્ષી યોજના અંતર્ગત કામ, અન્ન અને પુરવઠા વિભાગ દ્વારા અનાજ વિતરણ વ્યવસ્થા, મહેસૂલી કામગીરી માટેની સમીક્ષા અને નવા અભ્યાસ સત્ર દરમિયાનની વિવિધ યોજનાઓના અમલીકરણ અંગેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.
