Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગરમાં વિકાસનો મહાયજ્ઞ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે 340 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત

Live TV

X
  • કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ગાંધીનગર જિલ્લાના સોનીપુર ગામે વિકાસકાર્યોનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં અંદાજે 340 કરોડના વિવિધ જનહિતલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

    આ પ્રસંગે અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શરૂ થયેલ જનહિતના કાર્યોની ગતિ અવિરત ચાલુ છે. કેન્દ્ર સરકાર આરોગ્ય, શિક્ષણ, માર્ગ-મકાન અને પીવાના પાણી જેવી પાયાની સુવિધાઓના વ્યાપને વિસ્તારવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. તેમણે ગ્રામ્ય વિસ્તારોમાં લોકોના જીવનસ્તરમાં સુધારો લાવવાનો સંકલ્પ દોહરાવ્યો હતો. આ સાથે જ તેમણે વીર સાવરકરની જન્મજયંતિ નિમિત્તે તેમના દેશપ્રેમ અને યોગદાનને પણ ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, અમિત શાહે હંમેશાં ગાંધીનગર મતવિસ્તારને વધુ સુવિધાજનક અને હરિયાળો બનાવવા પર ભાર મૂક્યો છે. શિક્ષણ, આરોગ્ય, આંગણવાડી, લાઈબ્રેરી અને રોજગારીના કાર્યોને તેમણે હંમેશા પ્રાધાન્ય આપ્યું છે. કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ આંગણવાડીનું લોકાર્પણ કરી બાળકોને પૌષ્ટિક આહાર પણ પીરસ્યો હતો.આ કાર્યક્રમમાં ધારાસભ્ય રીટાબેન પટેલ, અલ્પેશ ઠાકોર, ભાજપાના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 31-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-06-2026 Max Temp : °C Min Temp : °C
apply