Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગરમાં વિવિધ વિકાસ કાર્યોનું ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઇ-લોકાર્પણ

Live TV

X
  • કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહે આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કુલ 134 કરોડના વિવિધ પ્રજાલક્ષી કાર્યોનું ઇ-લોકાર્પણ કર્યું હતું. 119 કરોડના નવા કામોનું ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ કામોના સ્માર્ટ સિટી યોજના અંતર્ગત ગાંધીનગર શહેરની સુંદરતામાં વધારો કરતાં બગીચાઓનું નવીનીકરણ, ગાંધીનગર નગર પાલિકામાં પ્રોપર્ટી ટેક્સ વગેરે સુવિધાઓને ઓનલાઈન મારફત કરવી, પીપળજ ગામે લાઇબ્રેરીના વરંડાનું કામ તેમજ ગાંધીનગર શહેરના વિવિધ સેક્ટરના એપ્રોચ રોડને ચાર લેન કરવાના કામનો સમાવેશ થાય છે. ઇ-લોકાર્પણમાં રૂપાલ ગામથી નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ, ગાંધીનગરથી કલેક્ટર કુલદીપ આર્યા, ધારાસભ્ય અરવિંદ પટેલ અને મેયર રીટાબેન પટેલે ગૃહમંત્રી સાથે સંવાદ કર્યો હતો. ગૃહમંત્રીએ કહ્યું, કે આ વિવિધ કામોથી ગાંધીનગર લોકસભાની જનતાને ખૂબ લાભ થશે. વિશ્વ અને દેશ કોરોના સામે લડી રહ્યો છે, ત્યારે આપણી વિકાસની ગતિ અવિરત ચાલતી રહેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply