ગાંધીનગરમાં સાબરમતી નદી બે કાંઠે, કલેક્ટરની નદી કિનારે ન જવાની અપીલ
Live TV
-
ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સાબરમતી નદીમાં જળસ્તર વધ્યું છે, જેથી ધરોઈ ડેમના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે અને નદી બે કાંઠે વહી રહી છે
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ગાંધીનગર જિલ્લાના કલેક્ટર મેહુલ કે. દવેએ નગરજનોને, ખાસ કરીને નદીકાંઠાના 28 ગામના ગ્રામજનોને, નદી કિનારે કોઈ પણ સંજોગોમાં ન જવાનો નમ્ર અનુરોધ કર્યો છે. કલેક્ટરએ જણાવ્યું કે, "જીવન અમૂલ્ય છે, તેની કિંમત સમજતા માત્ર ફોટા કે સેલ્ફીના ચક્કરમાં નદી કાંઠે ન જશો." તેમણે યુવાનોને ખાસ અપીલ કરતાં કહ્યું કે સુરક્ષિત રહો અને આ સંદેશ અન્ય લોકોને પણ આપો.
ઉત્સવોની ઉજવણીમાં સાવચેતી રાખવા સૂચના
આવનારા તહેવારોના દિવસોમાં પણ નદી કિનારે જવાનું ટાળવા માટે કલેક્ટરે જણાવ્યું છે. તેમણે ગણેશજીની મૂર્તિનું વિસર્જન ઘરે અથવા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા મુજબ કરવા અનુરોધ કર્યો છે. કલેક્ટરએ ઉત્સાહિત નાગરિકોને નદીના વધતા જળસ્તરને જોવા માટે કે અન્ય કોઈ કારણસર નદી કાંઠે ન જવા વિનંતી કરી છે. તેમણે કહ્યું કે, સુરક્ષિત અને સલામત રહીને તંત્રને સહયોગ આપો અને પરિવારની તથા સ્વયંની સુરક્ષા સુનિશ્ચિત કરીને જ ઉત્સવોની ઉજવણી કરો.
