Skip to main content
Settings Settings for Dark

સુપ્રસિદ્ધ તરણેતર મેળાનો ભવ્ય પ્રારંભ: ભક્તિ, સંસ્કૃતિ અને લોકકલાનો ત્રિવેણી સંગમ

Live TV

X
  • સૌરાષ્ટ્રની પ્રાચીન લોક સંસ્કૃતિ, પરંપરા અને આધ્યાત્મિકતાનો અનોખો તહેવાર, વિશ્વ પ્રસિદ્ધ તરણેતરનો લોકમેળો, ભાદરવા સુદ ત્રીજ (તા. ૨૬ ઓગસ્ટ) થી ભક્તિભાવપૂર્વક શરૂ થયો છે.

    સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં આવેલા ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જે ચાર દિવસ સુધી ચાલશે. 

    ઉદ્ઘાટન અને મુખ્ય કાર્યક્રમો: મેળાના પ્રથમ દિવસે, તા. 26 ઓગસ્ટના રોજ પ્રવાસન મંત્રી મુળુ બેરા અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાની ઉપસ્થિતિમાં ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવની કેવડા સાથે પૂજા-અર્ચના અને જલાભિષેક કરીને મેળાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ, મંત્રીઓ દ્વારા પશુ મેળા અને પ્રદર્શનો, ગ્રામીણ રમતોત્સવ અને પરંપરાગત ગ્રામીણ સ્પર્ધાઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. રાત્રે ગ્રામ પંચાયત દ્વારા વિવિધ રવિ ભક્તોનું સન્માન કરવામાં આવશે.

    બીજા અને ત્રીજા દિવસના કાર્યક્રમો:

    • તા. 27 ઓગસ્ટ (ભાદરવા સુદ ચોથ): સાંજે 5:30 વાગ્યે નિર્મલાબાબા ઉનડબાપુના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવશે. રાત્રે 9:00 વાગ્યે સુરેન્દ્રનગર જિલ્લા માહિતી કચેરી દ્વારા લોક કલાકારોને પ્રોત્સાહન આપવા માટે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

    • તા. 28 ઓગસ્ટ (ભાદરવા સુદ પાંચમ): આ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિ રહેશે. સવારે 10:00 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, રમતગમત મંત્રી હર્ષ સંઘવી અને અન્ય મહાનુભાવોની હાજરીમાં ગ્રામીણ રમતગમત મહોત્સવ અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

    પરંપરાગત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ: મેળા દરમિયાન પંચાલની પ્રાચીન લોક સંસ્કૃતિને ઉજાગર કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, જેમ કે રાસ-ગરબા, દોહા, છત્રી સ્પર્ધા અને પાવા સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત, ગ્રામીણ ઓલિમ્પિક્સ જેવી પરંપરાગત રમતો અને પશુ પ્રદર્શન સ્પર્ધા પણ યોજાશે.

    મેળાનું સમાપન: આ ચાર દિવસીય લોકમેળાનું સમાપન તા. 29 ઓગસ્ટ (ભાદરવા સુદ છઠ્ઠ) ના રોજ થશે. આ દિવસે સવારે ગંગા વિદાય આરતી બાદ બપોરે 12:00 વાગ્યે જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ દ્વારા ધ્વજવંદન કરીને મેળાનું સમાપન કરવામાં આવશે.

    આ ભવ્ય લોકમેળામાં અનેક મહાનુભાવો અને હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને સૌરાષ્ટ્રની આ પ્રાચીન લોક પરંપરાનો ભાગ બનશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply