Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગરમાં GCERT દ્વારા શિક્ષકો માટે તાલીમ કાર્યક્રમનું આયોજન

Live TV

X
  • ગાંધીનગરમાં GCERT દ્વારા શિક્ષકો માટે તાલીમ કાર્યક્રમનું આયોજન

    ગુજરાત કાઉન્સિલ ઑફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (GCERT) દ્વારા રાજ્યના ધોરણ 3 થી 8 ના તમામ શિક્ષકો માટે 'શિક્ષક આવૃત્તિના ઉપયોગ' અંગે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમ કાર્યક્રમ ગાંધીનગર ખાતે 18 ઓગસ્ટથી 29 સપ્ટેમ્બર સુધી ચાલશે.

    આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 (NEP 2020) અને નેશનલ કરિકુલમ ફ્રેમવર્ક 2023 મુજબ અભ્યાસક્રમ, પાઠ્યપુસ્તકો, અને શિક્ષણ પદ્ધતિમાં થયેલા મોટા ફેરફારોને અસરકારક રીતે વર્ગખંડ સુધી પહોંચાડવાનો છે.

    તાલીમના ઉદ્ઘાટન સત્રમાં શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર અને શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મુકેશ કુમાર ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવી હતી. આ ઉપરાંત, શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ વિડીયો સંદેશ દ્વારા શિક્ષકોને 'એક ભારત શ્રેષ્ઠ ભારત' માટે બાળકોને તૈયાર કરવા અને શિક્ષણ વિભાગના ગુણવત્તા અભિયાનમાં જોડાઈને તેનો યોગ્ય ઉપયોગ કરવા અપીલ કરી હતી. આ તાલીમથી શિક્ષકોને વર્ગખંડમાં નવીન શિક્ષણ પદ્ધતિઓ અપનાવવામાં મદદ મળશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply