Skip to main content
Settings Settings for Dark

દીવમાં ચાલી રહેલા વિકાસ કાર્યોનું નિરીક્ષણ કરવા પ્રશાસક પ્રફુલ પટેલનો પ્રવાસ

Live TV

X
  • દીવમાં ચાલી રહેલા વિકાસ કાર્યોનું નિરીક્ષણ કરવા પ્રશાસક પ્રફુલ પટેલનો પ્રવાસ

    કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી, દમણ-દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલ દીવના વિકાસ કાર્યોની સમીક્ષા કરવા માટે દીવ પહોંચ્યા છે. તેમણે વિવિધ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરી અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.

    આ પ્રવાસ દરમિયાન પ્રશાસક પટેલે દીવના અનેક પ્રોજેક્ટ સ્થળોની મુલાકાત લીધી હતી, જેમાં પોઠિયા દાદા ડાયનાસોર પાર્ક, વોકવે, અને વડલીમાતા સ્કૂલમાં ચાલી રહેલા બાંધકામનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તેમણે નવનિર્મિત સરદાર વલ્લભભાઈ પટેલ પંચાયત ભવન, નિર્માણાધીન આંગણવાડીઓ, અને વણાકબારામાં ચાલી રહેલા વિવિધ બાંધકામોનું પણ નિરીક્ષણ કર્યું હતું. તેમણે જલારામ સોસાયટી અને વણાકબારામાં નિર્માણાધીન આંગણવાડીઓ અને GPS 1 અને 2 નું નિરીક્ષણ પણ કર્યું હતું.

    નિરીક્ષણ દરમિયાન, પ્રશાસક પ્રફુલ પટેલે સંબંધિત અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને તમામ કામો ઉચ્ચ ગુણવત્તા સાથે સમયસર પૂર્ણ કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું. આ મુલાકાત દરમિયાન કેન્દ્રશાસિત પ્રદેશના ઉચ્ચ અધિકારીઓ અને દીવના સ્થાનિક જનપ્રતિનિધિઓ પણ તેમની સાથે હાજર રહ્યા હતા. પ્રશાસકના આ પ્રવાસથી વિકાસ કાર્યોને વધુ ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply