Skip to main content
Settings Settings for Dark

પંચમહાલ જિલ્લામાં એક વર્ષમાં બનેલા 2866 પ્રોપર્ટી કાર્ડ રદ કરવાનો નિર્ણય

Live TV

X
  • પંચમહાલ જિલ્લામાં વર્ષ 2024-25 દરમ્યાન બનેલા કુલ 2866 પ્રોપર્ટી કાર્ડને રદ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય જિલ્લા કલેક્ટરે લીધો છે. આ નિર્ણય રાજ્ય સેટલમેન્ટ કમિશનરની સૂચના બાદ અમલમાં આવ્યો છે.

    કાલોલ તાલુકાના કાતોલ ગામમાં બનાવટી પ્રોપર્ટીકાર્ડ બનાવ્યું હોવાનો મામલો બહાર આવ્યો હતો. જે બાદ સમગ્ર જિલ્લામાં બનેલા પ્રોપર્ટી કાર્ડની તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમ્યાન ખુલ્યું હતું કે, 2024-25 દરમ્યાન બનાવાયેલા તમામ પ્રોપર્ટી કાર્ડ નિયત કરેલી પ્રક્રિયા અને નિયમોનું પાલન કર્યા વિના જારી કરવામાં આવ્યા હતા.

    જિલ્લા કલેક્ટરે જણાવ્યું છે કે, નિયમોનું ઉલ્લંઘન કરીને જારી કરાયેલા આ 2866 પ્રોપર્ટી કાર્ડને રદ કરવામાં આવ્યા છે. હવે આ પ્રોપર્ટી કાર્ડને નિયત કરાયેલ નિયમો અને પ્રક્રિયાઓ મુજબ ફરીથી તૈયાર કરવામાં આવશે, જેથી ભવિષ્યમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ કે કાનૂની જટિલતા ઉભી ન થાય.

    આ નિર્ણયથી મોટા પ્રમાણમાં પ્રોપર્ટી ધારકોને તાત્કાલિક અસર થશે, પરંતુ અધિકારીઓએ ખાતરી આપી છે કે, નવા કાર્ડ તૈયાર કરતી વખતે તમામ નિયમો અને પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply