ગુલ્લી મારતા કર્મચારીઓને સૂચના બાદ મોટા ભાગના કર્મચારીઓ સમયે આવ્યા
Live TV
-
રાજ્યસરકારે તેની વિવિધ સરકારી કચેરીઓમાં ફરજ પર મોડા કે ગુલ્લી મારતા કર્મચારીઓ અને અધિકારીઓને ફરજ પર તેના નિયત સમયે પહોંચવા અંગેની સૂચના બાદ તેનો કડકાઈથી અમલ કરવા સૂચના અપાઈ હતી.
ભાવનગર મહાનગરપાલિકાની કચેરી ખાતે કરવા કમિશ્નર દ્વારા તાકીદ કરવામાં આવી હતી કે જે મોડા આવશે તેમને શિક્ષાત્મક અને પગાર કપાતની કાર્યવાહી કરવામાં આવશે.
સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ કર્મચારીઓને તેના નિર્ધારિત કરવામાં આવેલા સમયે પહોંચવું ફરજિયાત છે. આમ છતાં અનેક અધિકારીઓ, કર્મચારીઓ, સમયસર હાજર નથી રહેતા.જેના કારણે પોતાના મહત્વના કામકાજ માટે આવતા અરજદારોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે.
રાજ્ય સરકારની સૂચના બાદ ભાવનગર કમિશ્નરે પરિપત્ર જાહેર કરી ભાવનગર મહાનગરપાલિકામાં ફરજ બજાવતા આઉટડોર અને ઇન્ડોર કર્મચારીઓને ઓફિસના સમય સવારે 10:30 કલાકે સમયસર હાજર થવા ફરમાન કર્યું છે.
સવારે ફિલ્ડમાં જનાર કર્મચારીએ પણ પોતાની હાજરી અંગેની નોંધ તેના ઉપરી અધિકારીને કરવાની રહેશે .જ્યારે વકમિશ્નર દ્વારા તમામ કર્મચારીઓને 10:45 સુધીમાં હાજર થવા અન્યથા પરચુરણ કપાત રજા ગણવામાં આવશે તેમજ કર્મચારીઓએ મોડા પડવા બાબતે યોગ્ય ખુલાસો પણ કરવો પડશે.
મ્યુનિસિપલ કમિશ્નરના પરિપત્ર બાદ પ્રથમ દિવસે મોટાભાગના અધિકારીઓ,કર્મચારીઓ કચેરીના સમયે હાજરી પુરાવતા દ્રષ્યમાન થયા હતા.જેનાથી કચેરીના કામો તેમજ અહીં આવતા અરજદારોના કામોને સમયસર ન્યાય મળશે
