ગાંધીનગરે પૂરા કર્યા 61 વર્ષ: સાબરમતીના કાંઠે ખીલેલું ગુજરાતનું ગ્રીન અને સ્માર્ટ પાટનગર
Live TV
-
સાબરમતીના કિનારે ખુલ્લા ખેતરો વચ્ચે શરૂ થયેલી ગુજરાતની નવી રાજધાની ગાંધીનગરે આજે પોતાની સ્થાપનાના 61 વર્ષ પૂર્ણ કર્યા છે.
1 મે, 1960ના રોજ મહાગુજરાત આંદોલન બાદ અલગ રાજ્ય બન્યા પછી, સરકારે માત્ર તૈયાર શહેર અપનાવવાને બદલે 2 ઓગસ્ટ, 1965 ના રોજ એક સંપૂર્ણ નવી અને આયોજનબદ્ધ રાજધાની ઊભી કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો.
શરૂઆતમાં અમેરિકી સ્થાપત્યકાર લુઈ કાનના પ્રસ્તાવને બાજુ પર મૂકીને, સરકારે ચંડીગઢના નિર્માણમાં યોગદાન આપનાર ગુજરાતી આયોજક એચ. કે. મેવાડા અને પ્રકાશ આપ્ટેને આ જવાબદારી સોંપી હતી. તેમણે પશ્ચિમી વિચારોને બદલે ભારતીય નગર આયોજન અને ગાંધીજીના વિચારોને કેન્દ્રમાં રાખીને સેક્ટર આધારિત, હરિયાળા અને વ્યવસ્થિત શહેરની રચના કરી હતી.શરૂઆતમાં રેતીના વંટોળ અને માત્ર 14 હજારની વસ્તી ધરાવતું આ નગર આજે ગિફ્ટ સિટી, મહાત્મા મંદિર, વિધાનસભાનું કમળ આકારનું સ્થાપત્ય, ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મેટ્રો કનેક્ટિવિટી સાથે ગુજરાતના સ્વાભિમાન અને આયોજનશક્તિનું જીવંત પ્રતીક બની ગયું છે. છ દાયકાની આ સફરમાં ગાંધીનગર સતત વિકસીને રાજ્યની વિકાસ યાત્રાને નવી દિશા આપી રહ્યું છે.
