ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ દ્વારા વિદ્યુત લોકપાલ તરીકે સંજયકુમાર તુલસીદાસ અનડાની ત્રણ વર્ષ માટે નિયુક્તિ
Live TV
-
ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ દ્વારા સંજયકુમાર તુલસીદાસ અનડાને વિદ્યુત લોકપાલ, રાજકોટ તરીકે ત્રણ વર્ષના કાર્યકાળ માટે નિયુક્ત કરવામાં આવ્યા છે.
આયોગના ચેરમેન પંકજ જોષી તેમજ સભ્યઓ સમક્ષ સંજયકુમાર તુલસીદાસ અનડાએ શપથવિધિ પૂર્ણ કરી સત્તાવાર રીતે ફરજ સંભાળી છે. તેમણે વિદ્યુત લોકપાલની કચેરી, જિલ્લા સેવા સદન–3, ત્રીજો માળ, બ્લોક નં.–1, ગવર્નમેન્ટ પ્રેસ રોડ, રાજકોટ ખાતે પોતાનો કાર્યભાર સંભાળ્યો છે, તેમ ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગના સચિવ રંજીથકુમારની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
