મોરબી: મચ્છુ-3 ડેમના 7 દરવાજા 8 ફૂટ ખોલાયા, કલેક્ટર સ્વપ્નિલ ખરેએ લીધી મુલાકાત
Live TV
-
મોરબી જિલ્લામાં વરસી રહેલા સાર્વત્રિક ભારે વરસાદના પગલે જળાશયોની વર્તમાન સ્થિતિ અને જનસુરક્ષાની સમીક્ષા કરવા માટે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ મચ્છુ-3 ડેમની રૂબરૂ મુલાકાત લીધી હતી.
ઉપરવાસમાંથી થઈ રહેલી નીરની ભારે આવકના કારણે મચ્છુ-3 ડેમના 7 દરવાજા 8 ફૂટ ખોલીને 46,873 ક્યુસેક પાણી નદીના પટમાં છોડવામાં આવી રહ્યું છે. આ સ્થિતિ વચ્ચે કલેક્ટરએ સ્થળ પર ઉપસ્થિત સિંચાઈ વિભાગ અને વહીવટી તંત્રના અધિકારીઓ પાસેથી પાણીની આવક, જળસ્તર અને હેઠવાસના ગામોની સુરક્ષા અંગેની વિગતવાર માહિતી મેળવી હતી.નાગરિકોની સુરક્ષાને સર્વોપરી ગણીને કલેક્ટરએ નદી કિનારાના અને નીચાણવાળા વિસ્તારોમાં સતત મોનિટરિંગ જાળવી રાખવા તેમજ અગમચેતીના તમામ જરૂરી પગલાં ત્વરિત પૂર્ણ કરવા અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપી છે.
