ગાંધીનગર: ઈન્દ્રોડા નેચર પાર્કમાં વન્યજીવોને ગરમીથી બચાવવા ખાસ વ્યવસ્થા
Live TV
-
રાજ્યમાં કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને ગાંધીનગરના ઈન્દ્રોડા નેચર પાર્કમાં વન વિભાગ દ્વારા 600થી વધુ વન્યજીવોના રક્ષણ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
વન્યજીવોને હીટ સ્ટ્રોકથી બચાવવા માટે પાર્કમાં ‘માઇક્રો ક્લાઇમેટ’ ઊભું કરવામાં આવ્યું છે. જેમાં 15 જમ્બો એર કૂલર્સ અને 20 હાઇ-પ્રેશર સ્પ્રીન્ક્લર્સ સતત કાર્યરત રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત, ખસના પડદા અને એગ્રોનેટ શેડના ઉપયોગથી પ્રાણીઓના આવાસનું તાપમાન સામાન્ય કરતાં 2 થી 4 ડિગ્રી જેટલું ઘટાડવામાં વન વિભાગને સફળતા મળી છે.પ્રાણીઓના ડાયેટ પ્લાનમાં પણ ફેરફાર કરાયો છે. પાચનમાં સરળતા રહે તે માટે હિંસક પ્રાણીઓના માંસના ખોરાકમાં 1 કિલો સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. પક્ષીઓ અને અન્ય પ્રાણીઓમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે તેમના આહારમાં તરબૂચ, સક્કર ટેટી, કાકડી તથા વિટામીન-સી અને ORS જેવા પોષક તત્વોનો સમાવેશ કરાયો છે.
