મહેસાણા હેડ પોસ્ટ ઓફિસમાં હવે સવારે 8 થી રાત્રે 8 વાગ્યા સુધી આધાર સેવાઓ ઉપલબ્ધ
Live TV
-
મહેસાણા પોસ્ટ ડિવિઝન દ્વારા નાગરિકોની સુવિધા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે મહેસાણા હેડ પોસ્ટ ઓફિસ ખાતે આધાર કેન્દ્ર સવારે 8:00 થી રાત્રે 8:00 વાગ્યા સુધી કાર્યરત રહેશે.
ડિવિઝનલ પોસ્ટ સુપ્રિટેન્ડેન્ટ એસ. કે. વર્માના જણાવ્યા અનુસાર, મહેસાણા ડિવિઝનની કુલ 33 પોસ્ટ ઓફિસોમાં હાલમાં આધાર કેન્દ્રો કાર્યરત છે. જેમાં નવી આધાર નોંધણી, મોબાઈલ નંબર અપડેટ, સરનામું સુધારણા અને બાયોમેટ્રિક અપડેટ જેવી સેવાઓ ઉપલબ્ધ છે.નોકરીયાત વર્ગ, વિદ્યાર્થીઓ અને વરિષ્ઠ નાગરિકોને ધ્યાનમાં રાખીને સમયમર્યાદામાં આ ફેરફાર કરવામાં આવ્યો છે. પોસ્ટ વિભાગ આગામી સમયમાં રવિવારે પણ આ સેવાઓ ચાલુ રાખવા માટે પ્રયત્નશીલ છે. ડાક અધીક્ષક શ્રી વર્માએ જિલ્લાના નાગરિકોને નજીકના ટપાલ આધાર કેન્દ્રની મુલાકાત લઈને આ સુવિધાનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો છે.
