ગાંધીનગર કલેકટર જે.એન. વાઘેલાના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
Live TV
-
ગાંધીનગર કલેકટર જે.એન. વાઘેલાના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં પાણી, જમીનની બિન ખેતી, વૃક્ષારોપણ, જમીન એકત્રીકરણ, ફૂટપાથ પરથી દબાણ હટાવવા, મિલકત વેચાણ મંજૂરી વગેરે વિષય પર કુલ 16 અરજીઓ આવી હતી, જેમાં કલેકટરએ તમામ અરજદારોને સંવેદના સાથે સાંભળી સત્વરે નિવારણ લાવવા સંલગ્ન વિભાગોને સૂચના આપી હતી. કાર્યક્રમમાં સ્થળ પર જ 13 પ્રશ્નોનું સકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું છે અને 1 પ્રશ્ર પેન્ડિંગ રાખવામાં આવ્યો છે. જ્યારે 2 પ્રશ્નના અરજદારો ગેરહાજર રહ્યા હતા.ઉલ્લેખનીય છે કે, સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી બી.જે.પટેલ, નિવાસી અધિક કલેકટર નિશા શર્મા, પ્રાંત અધિકારી પાર્થ કોટડિયા સહિત સંલગ્ન વિભાગોનાં અધિકારીગણ, કર્મચારીઓ અને અરજદારઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
