Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગર ખાતે ‘રાજ્ય શ્રમ પારિતોષિક’વિતરણ સમારોહ: મંત્રી કુંવરજી બાવળીયાના વરદ હસ્તે 128 શ્રમિક રત્નોનું સન્માન

Live TV

X
  • ગાંધીનગરના જી.આઈ.ડી.એમ. (GIDM) ઓડિટોરિયમ ખાતે તા. 4/2/2026ના રોજ એક ભવ્ય સમારોહમાં શ્રમયોગીઓની કાર્યનિષ્ઠા અને કૌશલ્યને બિરદાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વર્ષ 2023-24 અને 2024-25 માટેના કુલ 128 રાજ્ય શ્રમ પારિતોષિકો એનાયત કરવામાં આવ્યા હતા.

    જેમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર શ્રમિકોને રાજ્ય શ્રમરત્ન, રાજ્ય શ્રમભૂષણ, રાજ્ય શ્રમવીર અને રાજ્ય જેવા પ્રતિષ્ઠિત પુરસ્કારોથી સન્માનિત કરી તેમની મહેનતને રાજ્ય સ્તરે ઓળખ આપવામાં આવી હતી. આ શ્રમ પારિતોષિકો મંત્રી, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર કુંવરજી બાવળીયાના વરદ હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.

    ઉલ્લેખનિય છે કે,કારખાનાઓમાં કામ કરતાં શ્રમયોગીઓ જેમણે ઉત્પાદનની ઉત્પાદકતામાં વધારો, ઔદ્યોગિક શાંતિ જાળવવામાં, આફતના વખતમાં પોતાની સુઝબુઝ અને ત્વરિત પગલાંથી કારખાનામાં અને આજુબાજુના અસરગ્રસ્ ત ક્ષેત્રમાં જાન-માલના બચાવ અને શ્રમયોગી કલ્યાણ વગેરે માટે કરેલ વિશિષટ કામગીરીને પ્રોત્સાહિત કરવા રાજ્ય શ્રમ પારિતોષિક યોજના અમલમાં મુકવામાં આવી છે.સમારોહમાં શ્રમયોગીઓને અભિનંદન પાઠવતા શ્રમ અને રોજગાર વિભાગના મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતના ઉદ્યોગ ગૃહોના પ્રગતિના પાયામાં શ્રમયોગીઓનું વિશિષ્ટ યોગદાન રહેલું છે. આજે આ શ્રમયોગીઓની પીઠ થાબડવાનો અવસર છે. 

    રાજ્યમાં માનવજીવન ઊંચું લાવવા ઔદ્યોગીકરણ જરૂરી છે. તેમાં હકારાત્મક ઉદ્યોગ નીતિ અને ઝડપી કામગીરી દ્વારા ગુજરાત આજે પ્રગતિના શિખરો સર કરી રહ્યું છે. આ સાથે જ ઉદ્યોગોમાં કાર્યરત શ્રમયોગીઓના આરોગ્ય, પર્યાવરણની શુધ્ધિ વગેરે અંગે પણ રાજ્ય સરકાર મહત્વના પગલાં લઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના મુખ્યમંત્રી કાળમાં રાજ્યની ઉદ્યોગ સ્થિતિને પ્રગતિકારક બનાવવા માટે સરળ ઔદ્યોગિક નીતિ સાથે ઇઝ ઓફ ડુઇંગના સિદ્ધાંતથી કાર્ય કર્યું હતું. જેના પ્રતાપે આજે ગુજરાત રાજ્ય ઔદ્યોગિક ક્ષેત્રે મોખરાના સ્થાને છે.

    આ ઔદ્યોગિક ક્ષેત્રે પ્રગતિના મુખ્યકારકો એ તેના શ્રમયોગીઓ છે, ત્યારે તેમને પ્રોત્સાહિત કરવા દર વર્ષે ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો, ઔદ્યોગિક શાંતિ જાળવવામાં અગ્રેસર, પોતાના જાનનું જોખમ ખેડીને અને તાકીદે પગલા ભરીને જીવ બચાવ્યા હોય કે મિલકત બચાવી હોય તેવા વિશિષ્ટ શ્રમયોગીઓને રાજ્ય સરકાર દ્વારા શ્રમ પારિતોષિત એનાયત કરવામાં આવે છે. પ્રધાનમંત્રીએ તેમના કાર્યકાળમાં વર્ષ 2010-11 થી દરેક રિજીયનમાં 16 પારિતોષિક પ્રમાણે કુલ 64 પારિતોષિક આપવાનો નિર્ણય કર્યો હતો.  જે અનુસાર આજરોજ વર્ષ 2023-24 અને 2024-25ના કુલ 128 શ્રમયોગીઓને કુલ રૂ. 17 લાખ 45 હજારના રાજ્ય શ્રમયત્ન, શ્રમભૂષણ, શ્રમવીર, શ્રમ\શ્રમદેવી કેટેગરીમાં પારિતોષિક એનાયત કરવામાં આવ્યા છે.શ્રમયોગીઓની મહેનત, તેના પરસેવા અને તેમના કૌશલ્યના સહયોગથી ઉદ્યોગ ક્ષેત્ર પ્રગતિ કરી રહ્યું છે ત્યારે ઉદ્યોગકારોની શ્રમિકોને પોતાના પરિવાર સમાન ભાવનાથી પ્રોત્સાહિત કરવાની નિતીને તેમણે બિરદાવી હતી. મંત્રીએ ઉદ્યોગકારોને મેનેજમેન્ટની નીતિ દ્વારા શ્રમયોગીઓને વધુને વધુ પ્રોત્સાહિત કરવા, તેમની નવી શોધોને અમલી કરવા, સમયાંતરે જરૂરી ટેકનિકલ તાલીમના આયોજન અને તેમના મનોવલણોને સમજી ઉદ્યોગોને નવીન ઊંચાઈ હાંસલ કરવા અનુરોધ કર્યો હતો.
            

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-03-2026 Max Temp : °C Min Temp : °C
apply