ગાંધીનગર: ગિફ્ટ સીટીમાં FedEx કંપનીના પ્રતિનિધિ મંડળે લીધી મુલાકાત
Live TV
-
વિશ્વની સૌથી મોટી લોજિસ્ટીક્સ કંપનીઓ પૈકીની એક એવી અગ્રણી FedExના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળે ગાંધીનગરમા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત બેઠક યોજી હતી. FedExનું આ પ્રતિનિધિ મંડળ AMEAના રિજિયોનલ પ્રેસીડેન્ટ કનવલ પ્રીતના નેતૃત્વમાં ગુજરાત આવેલું છે. FedExના આ પ્રતિનિધિ મંડળે તેમના સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપનાની સંભાવનાઓ ચકાસવા ગિફટ સિટીની મુલાકાત પણ લીધી હતી.
ભારતમાં વિવિધ સ્તરે રિજિયોનલ લીડરશીપ રોલની ભૂમિકા માટે FedEx સક્રિયપણે વિચારાધીન છે.એટલું જ નહીં, ગ્લોબલ ઓપરેશનને સહાયરૂપ થવા સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપવા પણ ઇચ્છુક છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે FedExને ગિફટ સિટીમાં તેમના સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના માટે સરકારના જરૂરી સહયોગની તત્પરતા દર્શાવી હતી.
