ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા મહેમદાવાદ ખાતે ટેનિસ બૉલ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ-૨૦૨૨ ખુલ્લી મુકાઈ
Live TV
-
મહેમદાવાદ તાલુકાના સિંહુજ મુકામે વિરેશ્ર્વર મહાદેવ મંદિર ગ્રાઉન્ડમાં ટેનિસ બૉલ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ -૨૦૨૨ ને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ખુલ્લી મુકી હતી. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ એમ.પી.એલ. ક્રિકેટ ટૂર્નામેન્ટની વિશાળ સીરીઝ માં મહેમદાવાદ વિધાનસભા મત વિસ્તારના મોટાભાગના ગામોની ટીમો ભાગ લઇ રહી છે. આ જ ટીમ સ્પીરીટથી જો ગામના વિકાસના કામો કરવામાં આવે તો મહેદાવાદના દરેક ગામનો ખુબ જ વિકાસ થશે.
આ પ્રસંગે ગ્રામ વિકાસ અને ગ્રામ ગ્રૃહ નિર્માણ મંત્રી અર્જુનસિંહ ચૌહાણએ જણાવ્યું હતું કે, " ખેલશે મહેમદાવાદ- જીતશે મહેમદાવાદ" ની થીમ પર,દરેક યુવાનો ભાઇચારાથી રમશે. આ પ્રસંગે પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા, અજયભાઇ બ્રહ્મભટ્ટ, જિલ્લા પંચાયત સદસ્યો, તાલુકા પંચાયત પ્રમુખ ભીખાભાઇ તથા મોટી સંખ્યામાં રમતવીરો અને ક્રિકેટરો ઉપસ્થિત રહયા હતા.
