Skip to main content
Settings Settings for Dark

પોરબંદરઃ અખાત્રીજના દિવસે પૌરાણિક સુદામાપુરી યાત્રાધામ ખાતે ભક્તોની ભીડ ઉમટી

Live TV

X
  • પોરબંદરમાં દર વર્ષે માત્ર અખાત્રીજના દિવસે જ ભક્તોને નિજ મંદિરમાં સુદામાજીની મૂર્તિના ચરણ સ્પર્શ કરવાનો લાભ મળે છે.અક્ષય તૃતીયા પર્વે સુદામા મંદિરે ભક્તોની ભીડ જોવા મળી હતી. સમગ્ર ભારતમાં માત્ર પોરબંદરમાં જ કૃષ્ણના સખા સુદામાજીનું મંદિર આવેલું છે. આ મંદિરની પરંપરા અનુસાર માત્ર અખાત્રીજના દિવસે જ ભક્તોને ગર્ભગૃહની અંદર પ્રવેશ કરીને સુદામાજીના ચરણ સ્પર્શ કરવાની તક મળે છે.

    આજે પણ હજારો યાત્રાળુઓ સુદામાપુરી કી જય બોલાવતા પ્રતિ વર્ષ અહીંના સુદામા મંદિરે આવે છે અને સુદામાપુરીની યાત્રાની છાપ પોતાના હાથ ઉપર અને વસ્ત્ર ઉપર લગાવીને દ્વારકા જાય છે. આ યાત્રાળુઓમાં રાજસ્થાનીની સંખ્યા વિશેષ હોય છે.ગુજરાતી, રાજસ્થાની તેમજ મરાઠી ભાષાના મઘ્યકાલીન સાહિત્યમાં એકથી વિશેષ કવિઓ દ્વારા ‘સુદામાચરિત’ નામથી સુદામાજીની કથાના આખ્યાનો લખાયેલા છે. સાથે જો એતો પોરબંદરનું પૌરાણિક નામ ‘સુદામાપુરી’ છે. જે નામ 1860 સુધી અહીંના રેલવે સ્ટેશનના બોર્ડ ઉપર લખાતું હતું.

    જે એમ સૂચવે છે કે, પશ્ચિમ ભારતમાં સુદામાજીની કથા વધારે લોકપ્રિય રહી છે. જેને કારણે અખાત્રીજના દિવસે વહેલી સવારથી જ મંદિરમાં શ્રદ્ધાળુઓની મોટી ભીડ જોવા મળી હતી. કોરોનાકાળના બે વર્ષ બાદ અખાત્રીજના દિવસે ભક્તો મંદિરે ઉમટી પડ્યા હતા. કૃષ્ણ સુદામા મિલનની વાત ને ભક્તો આજે પણ ભૂલ્યા નથી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply