અમદાવાદના ટાગોર હૉલમાં GLS યુનિવર્સિટીનો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
Live TV
-
પર્ફોર્મિંગ આર્ટ્સમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે. કારણ કે,અમદાવાદની 'ગુજરાત લૉ સોસાયટી યુનિવર્સિટી' વર્તમાન શૈક્ષણિક વર્ષથી પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી હેઠળ આર્ટ્સમાં બેચલર્સ ડિગ્રીનો અભ્યાસ શરૂ કરી રહી છે. આ ડિગ્રી અભ્યાસથી નવી પ્રતિભાઓને તક મળશે.
આ યુનિવર્સિટીમાં નૃત્ય, ફેશન, લોકકળા, નાટક અને સંગીત ક્ષેત્રના વિવિધ નિષ્ણાતો અને મહાનુભાવો કાર્યશાળા યોજી તેમના અનુભવ વહેંચશે. અમદાવાદના ટાગોર હૉલમાં GLS યુનિવર્સિટીનો ભવ્ય સાસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓએ નૃત્ય, ફેશન, સંગીત અને લોકકળા જેવા વિવિધ કાર્યક્રમ પ્રસ્તુત કર્યા હતા.આ કાર્યક્રમમાં GLS યુનિવર્સિટીના પ્રમુખ સુધીર નાણાવટી અને ટેલિવિઝન કલાકાર 'માસ્ટર મર્ઝી' પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
