મુખ્યમંત્રીના વરદ હસ્તે યાત્રાધામ અંબાજીને શ્રેષ્ઠ યાત્રાધામ પ્રવાસન વિકાસનો એવોર્ડ કરાયો એનાયત
Live TV
-
અંબાજીમાં થયેલા નોંધપાત્ર વિકાસ માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને બનાસકાંઠાના કલેક્ટર આનંદ પટેલને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા
ગુજરાત પ્રવાસન ક્ષેત્રે ઉભરી રહ્યુ છે. ત્યારે આ ક્ષેત્રમાં હવે વધુ એક છોગુ ઉમેરાયુ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે યાત્રાધામ અંબાજીને શ્રેષ્ઠ યાત્રાધામ પ્રવાસન વિકાસનો એવોર્ડ એનાયત થયો છે. અમદાવાદ સાયન્સ સિટી ખાતે યોજાયેલા એશિયા બિગેસ્ટ એવોર્ડ-૨૦૨૨ના સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલને અંબાજીના વિકાસ માટે શ્રેષ્ઠ યાત્રાધામ પ્રવાસન વિકાસનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીને ટૂરીઝમ પ્લેસ તરીકે વિકસાવવા અંબાજી ગબ્બર પર્વત ખાતે શરૂ કરવામાં આવેલ શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન, કોરોના કાળમાં આપેલ સેવાઓ અને યાત્રાધામ અંબાજીના વિકાસમાં નોંધપાત્ર યોગદાન રહ્યુ છે..મહત્વનુ છે કે યાત્રાધામ અંબાજી ગુજરાતનુ સૌથી મોટું શક્તિપીઠ છે. જ્યાં વર્ષે કરોડો માઇભક્તો મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. શ્રેષ્ઠ યાત્રાધામ પ્રવાસન વિકાસનો એવોર્ડ મળવો એ શકિતપીઠ અંબાજી અને બનાસકાંઠા જિલ્લા માટે ગૌરવની વાત છે.
