Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગર પાસે અડાલજમાં આવેલી માણેકબા વિનય વિહાર સંસ્થાની પ્રેરણારૂપ કામગીરી

Live TV

X
  • વિશ્વમાં ઉર્જા કટોકટીની પરિસ્થિતિ છે ત્યારે ગુજરાત ઉર્જા ક્ષેત્રે પથદર્શક કામગીરી કરી રહ્યું છે.

    સમગ્ર દુનિયામાં વિકાસ મુદ્દે હવે એક વાતનો સ્વીકાર થઈ રહ્યો છે.  ‘Think Global , Act Local’  એટલે કે તમે વિચારો વૈશ્વિક સ્તરનું, પરંતુ સ્થાનિક પરિસ્થિતિને અનુકુળ થઈને પગલાં ભરો. હાલ વિશ્વમાં ઉર્જા કટોકટીની પરિસ્થિતિ છે ત્યારે ગુજરાત ઉર્જા ક્ષેત્રે પથદર્શક કામગીરી કરી રહ્યું છે. ગુજરાતના પાટનગર ગાંધીનગર પાસે આવેલા અડાલજમાં ચાલતી એક સંસ્થાએ પ્રેરણારૂપ કામગીરી કરી રહી છે.

    સંસ્થાની પ્રેરણારૂપ કામગીરી

    ગાંધીનગર પાસે આવેલા અડાલજમાં આવેલી માણેકબા વિનય વિહારમાં કાર્યરત બાયોગેસ પ્લાન્ટ દ્વારા દરરોજ 500થી વધુ લોકોની રસોઈ તૈયાર થાય છે.  આ સંસ્થાએ વૈકલ્પિક ઉર્જાનો માર્ગ પસંદ કર્યો, તેથી તે આજે નિશ્ચિત છે. 

    ગુજરાતમાં માણેકબા વિનય વિહારની જેમ અનેક સંસ્થાઓ ઈન્સ્ટિટ્યૂશન બાયોગેસ યોજના હેઠળ બાયોગેસ પ્લાન્ટ ચલાવે છે. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 193 જેટલા બાયોગેસ પ્લાન્ટ કાર્યરત થયા છે. જેમાંથી દૈનિક 13 હજાર 955 ઘનમીટર સ્વચ્છ ઉર્જા ઉત્પન્ન થાય છે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર બાયોગેસ પ્લાન્ટ બનાવવા માટે સબસીડી પેટે 75 ટકા રકમ આપે છે. આવી સંસ્થાઓમાં સ્વચ્છ ઉર્જા તો ઉત્પન્ન થાય છે, સાથે જ સેન્દ્રીય ખાતર પણ મળે છે. જે રાસાયણિક ખાતરનો ખર્ચ ઘટાડે છે, જમીનની ફળદ્રુપતા વધારે છે. આગામી વર્ષે ગુજરાતમાં વધુ 60 પ્લાન્ટ સ્થાપવા માટેનું આયોજન છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
apply