Skip to main content
Settings Settings for Dark

વડોદરા રેલવે સ્ટેશન પર યાત્રીઓ માટે ખૂલ્લું મૂકાયું રાજ્યનું પ્રથમ ડિજિટલ લાઉન્જ

Live TV

X
  • એક સાથે 25 પ્રવાસીઓ માટે બેસવાની આધુનિક વ્યવસ્થા..કોન્ફરન્સ રૂમ અને રિફ્રેશમેન્ટ સહિતની આધુનિક સુવિધા થશે ઉપલબ્ધ..

    વડોદરા રેલવે સ્ટેશન હવે પ્રવાસીઓ માટે માત્ર મુસાફરીનું માધ્યમ નહીં, પરંતુ અત્યાધુનિક સુવિધાઓનું કેન્દ્ર બની ગયું છે. વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોષીના વરદ હસ્તે રાજ્યના પ્રથમ 'ડિજિટલ લાઉન્જ'નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જે રેલવે મુસાફરોને એરપોર્ટ જેવો ભવ્ય અને આરામદાયક અનુભવ કરાવશે. પશ્ચિમ રેલવેએ હાથ ધરેલી આ પહેલનો મુખ્ય હેતુ પ્રવાસીઓને રાહ જોવાના સમય દરમિયાન ઉચ્ચ કક્ષાની સગવડો પૂરી પાડવાનો છે. આ ડિજિટલ લાઉન્જમાં એકસાથે ૨૫ જેટલા પ્રવાસીઓ માટે બેસવાની આધુનિક વ્યવસ્થા કરવામાં આવી છે, જે લાંબી મુસાફરી પહેલા કે પછીના થાકને દૂર કરવામાં મદદરૂપ થશે.

    સુવિધાની શું છે વિશેષતા ?

    આ સુવિધાની વિશેષતા એ છે કે, તેમાં બિઝનેસ ક્લાસ મુસાફરો અને ઓફિશિયલ કામકાજ માટે કોન્ફરન્સ રૂમની સુવિધા પણ રાખવામાં આવી છે. આ ઉપરાંત, પ્રવાસીઓ માટે રિફ્રેશમેન્ટ અને અન્ય હાઈ-ટેક ડિજિટલ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. પશ્ચિમ રેલવે સ્ટેશનોના આધુનિકીકરણની દિશામાં આ એક મોટું કદમ છે. સાંસદ ડૉ. હેમાંગ જોષીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, પ્રવાસીઓની સુખાકારી માટે સરકાર અને રેલવે વિભાગ સતત કાર્યરત છે. ભવિષ્યમાં પણ મુસાફરોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આવા વધુ આધુનિક પ્રોજેક્ટ્સનું વિસ્તરણ કરવામાં આવશે. વડોદરાના આ નવતર પ્રયોગથી રેલવે પ્રવાસ હવે વધુ સુવિધાજનક અને ટેકનોલોજીથી સજ્જ બન્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
apply