Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગર પોલીસ અને GMERS સિવિલ હોસ્પિટલની સરાહનીય કામગીરી

Live TV

X
  • માનવતા અને ત્વરિત પોલીસ સંકલનનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતા, ગાંધીનગર પોલીસ દ્વારા ગુરૂવારે એક સફળ ગ્રીન કોરિડોરનું આયોજન કરીને એક બ્રેઈન ડેડ યુવતીના અમૂલ્ય અંગોને સમયસર અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચાડીને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે.

    જી.એમ.ઇ.આર.એસ. (GMERS) જનરલ હોસ્પિટલ, ગાંધીનગર ખાતે સારવાર હેઠળ રહેલી ૨૪ વર્ષીય યુવતી કાજલબેન કિસ્મત રાઠોડને તબીબો દ્વારા ગુરુવારે 'બ્રેઈન ડેડ' જાહેર કરવામાં આવ્યા હતા. આ કપરા સમયે પણ કાજલબેનના પરિવારે ભારે હૃદયે માનવતા દાખવીને તેમના અંગદાન માટેની લેખિત સહમતી આપી હતી. કાજલબેનના શરીરના મહત્વના અંગો જેવા કે બે કિડની, સ્વાદુપિંડ (પેનક્રિયાસ) અને લિવર અન્ય જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન આપી શકે તેમ હોવાથી, તેને તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવાનું નક્કી કરાયું હતું.

    આ અમૂલ્ય અંગોને ઓપરેશન થિયેટર સુધી ઝડપથી પહોંચાડવા માટે સમય ખૂબ જ કિંમતી હોઈ, ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પ્રશાસન દ્વારા ગાંધીનગર જિલ્લા પોલીસ અધિક્ષકને ગ્રીન કોરિડોર આપવા અંગે જાણ કરવામાં આવી હતી. આ અંગો લઈ એમ્બ્યુલન્સ રવાના થઈ હતી. ગાંધીનગર પોલીસ વડાની સૂચનાથી ગાંધીનગર અને અમદાવાદ શહેરના સમગ્ર રૂટ પર આવતા તમામ પોલીસ સ્ટેશનોને તાત્કાલિક એલર્ટ કરવામાં આવ્યા હતા. બંને શહેરોની પોલીસે અરસપરસ અદભુત સંકલન જાળવીને સમગ્ર રૂટ પર ટ્રાફિક ક્લિયર રાખ્યો હતો, જેના કારણે એમ્બ્યુલન્સ વિના અવરોધે અને નિયત સમય મર્યાદામાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચી શકી હતી.

    આ પ્રેરણાદાયી અને સંવેદનશીલ ઘટના અંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દીકરી કાજલબેનના અકાળ અવસાન અંગે ઘેરા દુઃખની લાગણી વ્યક્ત કરી હતી અને શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે હૃદયપૂર્વકની સંવેદના પ્રગટ કરી હતી. તેમણે આ કપરી પરિસ્થિતિમાં પણ સમાજ કલ્યાણ અર્થે અંગદાન જેવો મહાન અને હિંમતભર્યો નિર્ણય લેવા બદલ પરિવારના સભ્યોને આદરપૂર્વક સલામ કરી હતી. ગ્રીન કોરિડોર પૂરું પાડી, અદ્દભુત સંકલન થકી અત્યંત ટૂંકા ગાળામાં અને સમયસર અંગોને અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુધી સુરક્ષિત પહોંચાડવાની આ સમગ્ર કામગીરી સાથે સંકળાયેલા હોસ્પિટલના તબીબી સ્ટાફ તેમજ ગાંધીનગર અને અમદાવાદ પોલીસ સ્ટાફના અધિકારીઓ-જવાનોને નાયબ મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply