Skip to main content
Settings Settings for Dark

વડોદરાના પર્યાવરણપ્રેમી યુવાનના સ્ટાર્ટઅપનો અનોખો ધ્યેય, દુઃખાવાના એક બેલ્ટના વેચાણ સામે એક વૃક્ષ વાવવાનો નિર્ધાર

Live TV

X
  • વડોદરાના એક પર્યાવરણપ્રેમી યુવાનને એક અનોખા નિર્ધાર સાથે પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. સાંધાના દુઃખાવામાં રાહત આપતા બેલ્ટ બનાવવાની આધુનિક ટેક્નોલોજી સાથે શરૂ કરેલા સ્ટાર્ટઅપમાં તેમણે પ્રત્યેક બેલ્ટના વેચાણ સામે એક વૃક્ષ પણ વાવવાનો સંકલ્પ લીધો છે. 

    વડોદરા અને મુંબઈ સ્થિત હેલ્થકેર સ્ટાર્ટઅપ દ્વારા ઘૂંટણ અને કમરના દુખાવાથી પીડાતા લોકો માટે Arthagone™ Knee & Back Pain Relief Belts લોન્ચ કરવામાં આવ્યા છે. કંપનીને ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT) દ્વારા માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ તરીકે ઓળખ આપવામાં આવી છે. આ બેલ્ટ દવા કે સર્જરી વગર કાર્ય કરતી ટ્રિપલ-એક્શન થેરાપી ટેકનોલોજી પર આધારિત છે, જે શરીરની કુદરતી પુનઃપ્રાપ્તિ પ્રક્રિયાને વેગ આપીને દુખાવો, સોજો અને ઝકડનમાં રાહત આપવામાં મદદરૂપ બને છે.

    આ કંપનીના ડાયરેક્ટર જલેન્દુ પાઠક જણાવે છે કે  આ ટેકનોલોજીના ત્રણ મુખ્ય ભાગોમાં હીટ રિટેન્શન ટેકનોલોજી, જે રક્ત પરિભ્રમણ સુધારીને જકડાયેલા સાંધાને આરામ આપે છે. જેન્ટલ કમ્પ્રેશન સપોર્ટ, જે ઘૂંટણ અને કમરના ભાગને ટાર્ગેટેડ સપોર્ટ આપી સોજો ઘટાડવામાં મદદ કરે છે. તેમજ ફ્લુઇડ એબ્સોર્પ્શન ટેકનોલોજી, જે સાંધામાં પ્રવાહી ભરાવાને કારણે થતા દુખાવાને નિયંત્રિત કરવામાં સહાયક બને છે,  આ ઉત્પાદન 100 ટકા ડ્રગ-ફ્રી છે અને તેનો ઉપયોગ કરતી વખતે કોઈ આડઅસર થતી નથી. અમારી કંપની ફ્લેક્સીઓરા સોલ્યૂશન્સ પ્રાઇવેટ લિમિટેડ ISO 13485:2016 ધોરણોનું પાલન કરે છે. તેમજ CE સર્ટિફિકેશન અને CDSCO સંબંધિત મંજૂરી મળેલ છે.અમારો ધ્યેય પીડા-મુક્ત સમાજનું નિર્માણ કરવાનો છે જ્યારે ભવિષ્યમાં અમો પગની ઘૂંટી, કોણી અને ખભા માટે પીડા-રાહત બેલ્ટનો ક્લિનિકલ ટ્રાયલ પુરા થયા બાદ લોકોની સેવાઅર્થે મુકવામા આવશે. કંપની ભારત અને આંતરરાષ્ટ્રીય બજારોમાં હોસ્પિટલો, ફિઝીયોથેરાપી કેન્દ્રો, કોર્પોરેટ વેલનેસ પ્રોગ્રામ્સ અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ સાથે ભાગીદારીને મજબૂત બનાવવાની પણ યોજના છે.

    આ બેલ્ટ ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો, રમતવીરો, ઓફિસમાં લાંબા સમય સુધી બેસીને કામ કરતા વ્યાવસાયિકો અને સાંધાના દુખાવાથી પીડાતા લોકો માટે ખુબજ ઉપયોગી સાબિત થાય છે. સંધિવાના દર્દીઓ,  રમતવીરો, અને સર્જરીમાંથી સાજા થતા વ્યક્તિઓ માટે ફાયદાકારક છે. હાલની આધુનીક જીવનશૈલીમા  બેઠાડુ જીવનશૈલી, વૃદ્ધત્વ અને શારીરિક તાણને કારણે થતા મસ્ક્યુલોસ્કેલેટલ વિકારોના વધતા વ્યાપને કારણે આ બેલ્ટસારવાર માટે સલામત અને કોઇ આડઅસર વગર દુખાવામા રાહત આપે છે.પર્યાવરણ પ્રત્યેની જવાબદારીના ભાગરૂપે કંપનીએ "એક બેલ્ટનું વેચાણ = એક વૃક્ષનું વાવેતર" અભિયાન પણ શરૂ કર્યું છે. જેટલા બેલ્ટનુ વેચાણ થશે સામે એટલા વૃક્ષ વાવવાનો કંપની દ્વારા નિર્ણય કરવામા આવ્યો છે. આ પહેલ દ્વારા આરોગ્ય સાથે પર્યાવરણ સંરક્ષણને પણ પ્રોત્સાહન આપવાનો અમારો પ્રયાસ છે. ભવિષ્યમાં અન્ય સાંધાના દુખાવા માટે નવા ઉત્પાદનો વિકસાવવાની યોજના છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply