Skip to main content
Settings Settings for Dark

પંચમહાલ, મોરવા હડફ તાલુકામાં વનમંત્રીના હસ્તે મિયાવાકી વન કવચનું કરવામાં આવ્યુ લોકાર્પણ

Live TV

X
  • રાજ્યના કેબિનેટ અને વન મંત્રી અર્જુન મોઢવાડિયા દ્વારા પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના નાટાપુર ગામમાં આવેલ વન કવચનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

    વન વિભાગ દ્વારા ત્રણ હેક્ટર જમીનમાં માત્ર 9 માસમાં મીયાવાકી પદ્ધતિ દ્વારા વિકસાવવામાં આવેલા વન કવચનું વન મંત્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યા બાદ વન કવચની મુલાકાત પણ લેવામાં આવી હતી અને ઉપસ્થિત તમામ મહાનુભાવો દ્વારા એક પેડ માઁ કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. મિયાવાકી પદ્ધતિથી વિકસાવવામાં આવેલા વન કવચને જોઈને વન મંત્રી એ આશ્ચર્ય સાથે ખુશી વ્યક્ત કરી હતી અને સ્થાનિક વન વિભાગના અધિકારીઓ,કર્મચારીઓ સહિત તમામ વન વિભાગના સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા. રાજ્યના વન મંત્રી અર્જુન મોઢવાડિયા એ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં રાજ્યના વન વિભાગ દ્વારા ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા કક્ષાએ વધુ વન કવચ આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવનાર છે તેમજ મુખ્ય નેશનલ અને સ્ટેટ હાઇવેની બંને બાજુ પણ 25 હેક્ટરથી વધુ જગ્યા જ્યાં હોય ત્યાં પણ હાઈ ટેક નર્સરી બનાવવામાં આવનાર હોવાનું પણ જણાવ્યું હતું સાથે સ્થાનિક વન વિભાગને સૂચના આપી હતી કે કોઈપણ માર્ગ બનાવવવાના કામો માં જો વૃક્ષો કાપવાના થાય તો વૃક્ષોને કાપવાની મંજૂરી ન આપતા જે વૃક્ષને રિ પ્લાન્ટેશન કરી શકાતા હોય તેવા વૃક્ષોનું રિપ્લાન્ટેશન આધુનિક મશીનરી દ્વારા કરવું. આ પ્રસંગે મોરવા હડફના ધારાસભ્ય, જિલ્લા પંચાયતના પ્રમુખ તાલુકા પંચાયતના પ્રમુખ સહિત વન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply