ગાંધીનગર: માનસિક સ્વાસ્થ્ય અંગે યુનિસેફ અને ભારત સરકારનો સંયુક્ત પરામર્શ કાર્યક્રમ યોજાયો
Live TV
-
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય, ગુજરાત આરોગ્ય વિભાગ અને યુનિસેફના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગર ખાતે કિશોરો અને યુવાનોના માનસિક સ્વાસ્થ્ય અંગે બે દિવસીય પરામર્શ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં માનસિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલા સામાજિક કલંક ને દૂર કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.કાર્યક્રમમાં યુવા એડવોકેટ્સ અને ફેસિલિટેટર્સે ભાગ લીધો હતો. યુવાનોએ માનસિક સ્વાસ્થ્ય અંગે ખુલીને વાત કરી શકાય તેવા સુરક્ષિત પ્લેટફોર્મની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.MoHFW ના ડેપ્યુટી કમિશનર ડો. ઝોયા અલી રિઝવીએ જણાવ્યું કે, 'રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ' અને 'આયુષ્માન ભારત' હેઠળ કિશોરો માટે માનસિક સ્વાસ્થ્ય સેવાઓ મજબૂત કરવામાં આવી રહી છે.ભારતમાં હાલ આશરે 8,000 'એડોલેસન્ટ ફ્રેન્ડલી હેલ્થ ક્લિનિક્સ' કાર્યરત છે અને લાખો પીઅર એજ્યુકેટર્સ સમુદાય સ્તરે કાર્ય કરી રહ્યા છે.નિષ્ણાતોએ ડિપ્રેશન, એન્ઝાયટી, ડિજિટલ વ્યસન અને આત્મહત્યા જેવા ગંભીર મુદ્દાઓ પર ચર્ચા કરી હતી, જેનો ઉકેલ કૌટુંબિક અને શૈક્ષણિક સ્તરે જરૂરી છે.આ પ્રસંગે 'એડોલેસન્ટ ફ્રેન્ડલી હેલ્થ સેન્ટર એસેસમેન્ટ રિપોર્ટ' જાહેર કરવામાં આવ્યો હતો. આ બેઠક નવેમ્બર 2026 માં યોજાનારી વૈશ્વિક કોન્ફરન્સ 'ટુગેધર અગેન્સ્ટ સ્ટિગ્મા' ની પૂર્વતૈયારીના ભાગરૂપે યોજાઈ હતી.
