Skip to main content
Settings Settings for Dark

ગુજરાત માહિતી આયોગની કામગીરીની રાજ્યપાલ દ્વારા પ્રશંસા: પડતર અપીલોના નિકાલમાં મોટો ઘટાડો

Live TV

X
  • તાજેતરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત શુભેચ્છા મુલાકાતે ગયેલા ગુજરાત માહિતી આયોગના પ્રતિનિધિમંડળે આયોગની વિશિષ્ટ સિદ્ધિઓ રજૂ કરી હતી.

    રાજ્ય મુખ્ય માહિતી કમિશનર ડૉ. સુભાષ સોનીની આગેવાની હેઠળ આયોગની કામગીરીમાં ક્રાંતિકારી પરિવર્તન જોવા મળ્યું છે.અગાઉ અપીલો માટે 14 મહિનાનો સમય લાગતો હતો, જે ઘટાડીને હવે માત્ર 30 દિવસ કરવામાં આવ્યો છે.આયોગ દ્વારા અપીલોના નિકાલ માટે ખાસ ઝુંબેશ, નવી વેબસાઈટ અને સોશિયલ મીડિયાનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો છે.માહિતી અધિકાર અધિનિયમની સમજ આપતી બુકલેટ્સ અને ઓડિયો-વિઝ્યુઅલ મટીરિયલ તૈયાર કરાયું છે.માહિતીનો અધિકાર, બે દાયકાની સફર" પુસ્તક અને વાર્ષિક અહેવાલો રાજ્યપાલને અર્પણ કરવામાં આવ્યા.રાજ્યપાલએ આયોગની સક્રિયતા અને પારદર્શિતા લાવવાના પ્રયાસોને બિરદાવીને સંતોષ વ્યક્ત કર્યો હતો. આ મુલાકાતમાં કમિશનરઓ સુબ્રમણ્યમ ઐયર, મનોજ પટેલ, નિમિલ ભટ્ટ, વિપુલ સવલ અને ભરત ગણાત્રા પણ ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
apply