Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટીના કેમ્પસમાં વિકાસકામોના ખાતમુહૂર્ત અને નવા પ્રકલ્પોનો પ્રારંભ

Live TV

X
  • મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગાંધીનગર નજીકના લવાડમાં રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટીના કેમ્પસના વિવિધ વિકાસકામોના ભૂમિપૂજન તથા યુનિવર્સિટીઝના નવા પ્રકલ્પોના પ્રારંભ કર્યો હતો.

    ભારતીય થલસેનાના સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષા-વ્યવસ્થાને વધુ મજબૂત કરવા અપરાધિક કાનૂન સંબંધિત ત્રણ બિલ તાજેતરમાં સંસદમાં પ્રસ્તુત થયા છે. આ ઐતિહાસિક કાનૂનથી દેશની સુરક્ષા વ્યવસ્થામાં પણ નવા આયામો જોડાયા છે એમ તેમણે ઉમેર્યું હતું.

    મુખ્યમંત્રીએ રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટીમાં રૂપિયા 481.32 કરોડના ખર્ચે હાથ ધરાનારા વિવિધ વિકાસકામોના ખાતમુહૂર્ત આ અવસરે મંત્રી ઋષિકેશ પટેલ, યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો. બિમલ પટેલ અને અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં કર્યા હતા. આ ઉપરાંત તેમણે રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટીમાં અન્ય 4 નવા પ્રોજેક્ટની પણ શરૂઆત કરાવી હતી.

    મુખ્યમંત્રીએ અટલ ઈન્ક્યુબેશન સેન્ટર રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટી ખાતે કાર્યરત કરાવ્યું છે. યુવા સાહસિકો અને સંશોધકોને રાષ્ટ્રિય સુરક્ષા, સલામતિ અને પોલિસિંગના ક્ષેત્રોમાં ઈનોવેશન તથા ઈન્ક્યુબેશન પ્રોજેક્ટ માટે આ સેન્ટર ઉત્તમ માધ્યમ બની રહેશે.

    મુખ્યમંત્રીએ નેશનલ આઇ.ઈ.ડી. (ઇમ્પ્રોવાઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ) ડેટા મેનેજમેન્ટ સિસ્ટમ પણ શરૂ કરાવી હતી. આ પ્રણાલીથી નેશનલ બોમ્બ ડેટા સેન્ટર માટે ઓનલાઈન ડેટા કલેક્શન, ડેટા એનાલિસિસ અને રિયલ ટાઇમ ડેટા શેરીંગનું કામ સરળ બનશે.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આરઆરયુના અટલ ઇન્ક્યુબેશન સેન્ટર અને બોમ્બ ડિસ્પોઝલ સેન્ટર માટે નેશનલ ઇન્ફોર્મેશન ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમની મુલાકાત લીધી હતી.

    આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે શક્તિ ધ્વનિ પુસ્તક, 365 ડે કોફી ટેબલ બુક અને પોલીસનો ઇતિહાસ બુકનું અનાવરણ કરવામાં આવ્યું હતું. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply