Skip to main content
Settings Settings for Dark

બોટાદમાં 'બેટી બચાવો બેટી પઢાવો અભિયાન' અંતર્ગત કાર્યક્રમ સંપન્ન: મહિલા ખેડૂતોના ઉત્કર્ષ માટે વિવિધ મુદ્દાઓ પર અપાયું માર્ગદર્શન

Live TV

X
  • બોટાદ જિલ્લા મહિલા બાળ અધિકારીની કચેરી તથા બોટાદ સેવા સંસ્થા દ્વારા અલગ અલગ ગામડાંઓના મહિલા ખેડૂતો સાથે મહિલા ઉત્કર્ષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

    આ કાર્યક્રમમાં સંસ્થાના ડાયરેક્ટર હીના દવે, જિલ્લા મહિલા બાળ અધિકારી આઈ. આઈ. મન્સૂરી તેમજ બોટાદ મહિલા પોલીસ સ્ટેશનના થાણા અધિકારી આઈ. બી. જાડેજાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું.

    સંસ્થાના કર્મચારી દ્વારા મહિલાઓને પ્રાકૃતિક ખેતી બાબતે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં 181 હેલ્પલાઈન, મહિલા પોલીસ સ્ટેશનની કામગીરી, સાયબર સેફટી અને ઓનલાઇન ફ્રોડ થાય ત્યારે તાત્કાલિક 1930 હેલ્પલાઈન નંબર પર કોલ કરી કઈ રીતે મદદ મેળવવી તેના વિશે માહિતી આપવામાં આવી હતી. 

    આ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી, જિલ્લા મહિલા બાળ અધિકારી કચેરી અન્વયે તમામ યોજનાઓની માહિતી આપતો સ્ટોલ, શી ટીમ અને 181ના સ્ટોલ પણ કાર્યરત કરાયા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ બેહનોને જિલ્લા મહિલા બાળ અધિકારીની કચેરી દ્વારા સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply